Gujarat

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડિયાદ દ્વારા રોજગાર ભરતીમેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે

ભરતીમેળા માટે ઇચ્છુક ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે
***
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૫-૦૫-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ.મહુધા, તા.મહુધા, જી.ખેડા ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
આ રોજગાર ભરતીમેળામાં ખેડા જિલ્લાના તેમજ જિલ્લા બહારના નોકરીદાતાઓ દ્વ્રારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો. ૧૦ પાસ/ ધો ૧૨ પાસ/ આઈ.ટી.આઈ-ફીટર/ટર્નર/MMV/ડિઝલ મિકેનીક/કારપેન્ટર/વેલ્ડર/ ઇલેકટ્રીશીયન/વાયરમેન/મોટર વાઈન્ડિગ/સિવણ, ડિપ્લોમા ઇલેક્ટ્રીકલ, મિકેનિકલ તથા અન્ય કોઇ પણ વિદ્યાશાખાના સ્નાતક જેવી લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે.
આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF778148242 છે. રોજગાર સંદર્ભે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીના હેલ્પલાઇન નં.૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે.
આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *