આણંદ
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે પાર્કિંગ સુવિધાને સારી બનાવવા માટે ફાસ્ટેગ કાર પાર્કિંગ લોન્ચ કર્યુ છે. ૨૩ મેથી શરૂ કરાયેલી આ નવતર સુવિધાનો લાભ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકો સરળતાથી લઈ શકશે. પરિવારજનોને પીક-અપ કે ડ્રોપ કરવા આવતા લોકો ટર્મીનલ-૨ પર આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ હ્લછજી્ટ્ઠખ્ત દ્વારા જીફઁૈંછની શ્રેષ્ઠત્તમ તકનીકોમાં વધુ એકનો ઉમેરો થયો છે. જેનાથી મુસાફરોની સગવડોમાં વધારાની સાથે તેમને ઉત્કૃષ્ટ અનુભવ પણ મળશે. જીફઁૈંછ શરૂઆતથી જ ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતું રહ્યું છે. જીફઁૈંછ ખાતે વાહનોના ઝડપી પ્રવેશ અને નિકાસ માટે હ્લછજી્ટ્ઠખ્તની સુવિધામાં એક -એક લેન રાખવામાં આવી છે. હ્લછજી્ટ્ઠખ્ત શરૂ થતાં પાર્કિંગમાં વાહનોની ગતિવિધીઓ ઝડપથી થશે. જેના કારણે સમય અને ઇંધણની બચત થશે. હ્લછજી્ટ્ઠખ્તનો મહત્વનો ફાયદો એ છે કે તેમાં રોકડ વ્યવહારો ની જરૂરિયાત રહેતી નથી, જેથી બધાને સરળતાથી અને ઝડપી પાર્કિંગ વિકલ્પો મળી રહે છે. હવે મુસાફરોને એરપોર્ટ પર પાર્કિંગની રસીદ માટે અથવા પ્રવેશ કે બહાર નીકળતી વખતે રોકડ/ક્રેડિટ ચૂકવણી કરવા રાહ જાેવી કે માનવીય હસ્તક્ષેપ રહેશે નહીં. તેથી એકંદરે પાર્કિંગ અનુભવને સીમલેસ બનાવે છે. જાે કે, હ્લછજી્ટ્ઠખ્ત પાર્કિંગ ઉપયોગ કરતા પ્રવાસીઓએ તેમના હ્લછજી્ટ્ઠખ્તમાં પુરતા બેલેન્સ અને સક્રિય હોવાની ખાતરી કરવી જરૂરી છે. વળી નિર્ધારીત હ્લછજી્ટ્ઠખ્ત લેનમાં પ્રવેશતા મુસાફરોએ બહાર નીકળવા માટે પણ એ જ લેનમાંથી પસાર થવું આવશ્યક છે. મુસાફરોએ માનક દર ચૂકવ્યા બાદ પાર્કિંગ સુવિધા માટે કોઈ વધારાનો ખર્ચ કરવો પડતો નથી. જીફઁૈંછ એરપોર્ટ દૈનિક કામગીરીને સુધારવા ટેક્નોલોજીને નિયમિત અપગ્રેડ કરે છે.


