ખેતીવાડી બજાર કાયદો અને જણસો નિયંત્રિત થઈ ન હતી તેવા સમયે, સદીઓ પહેલાં પણ બોડેલીમાં કપાસનો વેપાર પારસી વેપારીઓ પ્રામાણિકતાથી ચલાવતા
આ પેઢી એક રીતે કપાસ વેપારની તાલીમ શાળા હતી જ્યાં બોડેલીના મહાજન પરિવારો વ્યાપારિક રીતરસમો શીખ્યા
બોડેલી નું કપાસ બજાર ક્યારેક એશિયાની સૌથી મોટી કોટન માર્કેટસ પૈકી એક ગણાતું.અને બે સદી કરતાં પણ વધુ સમય પૂર્વે જેમની પેઢી આ વ્યવસાય કરી ચૂકી છે તેવા પારસી આદરજી મંછાજીનો મોભો ઉદ્યોગ જગતમાં ટાટા નો છે એવો હતો.આમ તો તેઓ ટાટા થી પણ સિનિયર હતા.
વાત એવી છે કે જ્યારે ખેતીવાડી બજાર કાયદો અને જણસો નિયંત્રિત થઈ ન હતી તેવા સમયે, સદીઓ પહેલાં પણ બોડેલીમાં કપાસનો વેપાર પારસી વેપારીઓ પ્રામાણિકતાથી ચલાવતા હતા.
આદરજી મંછાજી ૨૦૦ વર્ષ જૂની બોડેલીની કપાસની પ્રથમ પેઢી છે.આ પેઢી એ કપાસના પદ્ધતિસરના વેચાણની કળા બોડેલી ને શીખવી એવું કહી શકાય.
૧૦૦ વર્ષ પહેલાં છોટાઉદેપુર જિલ્લાની સમૃદ્ધિનો મુખ્ય આધાર કે પાયો કપાસની ખેતી હતો: આજે પણ કપાસ જ બજારોની રોનકને ચાર ચાંદ લગાવે છે
પારસી પેઢીમાં બોડેલીના આજના નામાંકિત નાગરિકોના કુટુંબીજનો પણ નોકરી કરતા હતા.એક રીતે એમની પેઢી વેપારની તાલીમ શાળા હતી જ્યાં બોડેલીના મહાજન પરિવારો વ્યાપારિક રીતરસમો શીખ્યા.
છોટાઉદેપુર જિલ્લો કપાસ ઉત્પાદન માટે સદીઓથી પ્રચલિત છે . કપાસની વ્યવસ્થિત ઢબે ખરીદી કરવા સૌ પ્રથમ પારસી દાદા અને વેપારી આદરજી મંછાજી ૨૦૦ વર્ષ પહેલાં બોડેલીમાં ભરૂચથી આવ્યા હતા. ૧૦૦ વર્ષ સુધી આ પેઢી ચાલી પછી મિલકતો વેચી આ કુટુંબ બોડેલી છોડીને અન્યત્ર જતું રહ્યું હતું. આ પારસી પેઢીમાં બોડેલીના આજના નામાંકીત નાગરિકોના કુટુંબીજનો પણ નોકરી કરતા હતા. કપાસનો વેપાર વણથંભ્યો ત્યારથી જ રહ્યો હતો. આજે તો દલાલો પણ વેપારી બની ગયા છે. છોટાઉદેપુર જિલ્લાની સમૃદ્ધિનો મુખ્ય આધાર અને પાયો કપાસની ખેતી હતો. તો આજે પણ કપાસ જ બજારોની રોનકને ચાર ચાંદ લગાવે છે એ ક્યાં કોઈ જાણતું નથી.
૨૦૦ વર્ષ પૂર્વેના વેપારની વિગતોમાં માત્ર એક જ વેપારીનુ નામ આવે છે. જો કે તે જમાનામાં સ્પર્ધાઓ કોઇ કરતુ ન હતું. બોડેલીની જ વાત કરીએ તો ૧૦૦ વર્ષ પહેલા તો કાપડની પણ એક જ દુકાન હતી. સંબંધોને લઇ ગામનો બીજો કોઇ એક સમાન વેપાર કરતો ન હતો.
પારસી વેપારી પેઢી આદરજી મંછાજીનું નામ આજની યુવા પેઢીમાં ભાગ્યેજ કોઇને ખબર હશે. આ પેઢી ૧૦૦ વર્ષ પહેલા બંધ થઇ ગઇ હતી પણ તેમની તે જમાનામાં ગામડે ગામડે બોલબાલા હતી. કપાસ પકવતા ખેડૂતો સાથે આ વેપારી પેઢીનો અનન્ય નાતો હતો. એક જ ખરીદદાર પેઢી હોવા છતાં કપાસ ઉત્પાદકોના હિતોને પ્રાથમિકતા અપાતી. બિયારણ લાવવા ગરીબ ખેડૂતોને વાવેતર કરતા પહેલા નાણાં ધીરવામાં આવતા હતા .
કપાસનું સદીઓથી થતું વાવેતર પણ ધરતીના અમી ખૂટયા નથી*
કપાસ આ વિસ્તારનો રોકડિયો પાક છે. બિન પરંપરાગત અને બાગાયતી ખેતીઓ માટે પ્રોત્સાહન મળતું હોવા છતાં કપાસના ખેડૂતો માટે કોઇ જ વિકલ્પ નથી. એક જ જમીન પર સદીઓથી કપાસ લેવાતો હોવા છતાં ધરતીના અમી સ્હેજેય ખૂંટયા નથી. કપાસ પર પેઢીઓ તરી ગઇ છે. ભાવો ઘટે, ફુગાવો પણ થાય છતાં ખેડૂતો કપાસના જ વાવેતર કરતા ખચકાતા નથી.
*બોડેલીમાં હાલમાં એક પણ પારસી નાગરિક સુદ્ધા નથી*
પારસીઓનો વેપાર ગાયકવાડ સ્ટેટ અને છોટાઉદેપુરના રાજાની ટેરિટરીમાં ધમધમતો હતો. અંગ્રેજોના શાસન સમયે કપાસનો વેપાર અને તેનું પિલાણ કરવા જીનો બધી જ પારસી વેપારીઓની હતી. પારસીઓનો આ વિસ્તારના ખેડૂતો સાથે પારિવારિક નાતો બની ગયો હતો.
હવે બોડેલી કે આ વિસ્તારમાં એકેય પારસી વેપારી જ નથી. તે તો ઠીક અહીંથી હિજરત કરી ગયેલા પારસી વેપારીઓ પછી કોઇ પારસી નાગરિક પણ રહેતુ નથી.
પારસીઓનો કપાસના વેપારનો ઇતિહાસ નિયંત્રિત બજારો પૂર્વેનો સેતુ રચાયેલો હતો. ખેડૂતોનું હિત તેઓ સાચવતા. માર્કેટ સમિતિ કે ખેડૂત અધિકારના કોઇ કાયદા અમલમાં ન હતા.
અંગ્રેજોની ગુલામીમાં પણ પારસીઓનો વેપાર વડોદરાના ગાયકવાડના સ્ટેટ અને છોટાઉદેપુરના રાજાની ટેરીટરીમાં પણ સતત ધમધમતો રહ્યો હતો .
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


