વિશ્વ તમાકુ નિષેધ દિન ની ત્રિદિવસીય ઉજવણી ના ભાગ રૂપે લીલીયા તાલુકા માં
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. એ. સિદ્ધપુરા ના માર્ગદર્શન હેઠળ બે ટીમો બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ક્રાંકચના મેડિકલ ઓફિસર ર્ડો. સોનાલીબેન રાબડીયા તથા આર. બી. એસ. કે. ટીમ લીલીયાના ડૉ. અંજનાબેન ખાચર, ડૉ. હિરેનભાઈ સોલંકી,બીનાબેન લીંબાણી, મિલનભાઈ પંડયા દ્વારા કુલ ૯ કેસ કરી રૂપિયા ૧૮૦૦/- નો દંડ વસુલ કરેલ છે તથા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંદરણ ના મેડિકલ ઓફિસર ડૉ. મયંકભાઇ સોલંકી અને બિપીનભાઈ કંડોળીયા અને પોલીસ સ્ટાફની એસ બી જાડેજા જી વી ખુમાણ દ્વારા તમાકુ અધિનિયમ – ૨૦૦૩ અંતર્ગત કુલ ૬ કેસ કરીને રૂપિયા ૧૨૦૦/- દંડ વસુલ કરેલ એમ મળી લીલીયા તાલુકા માં કુલ 15 કેસો કરી રૂ 3000 દંડ ની વસુલાત કરવા માં આવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


