મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,99,441 સોદાઓમાં કુલ રૂ.16,158.23 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,762.56 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8383.81
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 57,939 સોદાઓમાં રૂ.6,066.87 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.59,406ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,539 અને નીચામાં રૂ.59,271ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.140 વધી રૂ.59,493ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.374
વધી રૂ.48,883 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.59 ઘટી રૂ.5,941ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની
જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.23 વધી રૂ.59,453ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,550ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.71,556 અને નીચામાં રૂ.71,061ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.83 ઘટી
રૂ.71,146ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.49 ઘટી રૂ.71,243 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.35 ઘટી રૂ.71,252 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 4,199 સોદાઓમાં રૂ.,471.19 કરોડના વેપાર થયા હતા. તાંબુ
મે વાયદો રૂ.708.60ના ભાવે ખૂલી, રૂ.2.25 વધી રૂ.708.70 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી
રૂ.209.35 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.185ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.210ના
ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી રૂ.209.80 સીસુ-
મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.183.95 જસત-મિની મે વાયદો રૂ.0.65 વધી રૂ.210.55 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 33,008 સોદાઓમાં રૂ.1,212.31 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,054ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,076 અને
નીચામાં રૂ.6,004ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7 વધી રૂ.6,011 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની
જૂન વાયદો રૂ.8 વધી રૂ.6,013 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.201ના ભાવે
ખૂલી, રૂ.3 વધી રૂ.202.30 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 3 વધી 202.5 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.12.19 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,440ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,300 અને નીચામાં
રૂ.58,440ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.860 વધી રૂ.58,980ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9 વધી રૂ.953 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,499.64 કરોડનાં
7,558.826 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,567.23 કરોડનાં 219.473 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.502.90 કરોડનાં 8,31,860 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.709.41 કરોડનાં 3,50,14,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.100.38 કરોડનાં 4,816 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.10.10 કરોડનાં 549 ટન તાંબાના વાયદાઓમાં રૂ.279.48 કરોડનાં 3,915 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.81.23 કરોડનાં 3,830 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં
કોટન ખાંડી વાયદામાં રૂ.11.04 કરોડનાં 1,872 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.1.15 કરોડનાં 11.88 ટનનાં કામકાજ
થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,096.653 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 713.567 ટન, તાંબાના વાયદાઓમાં 18,137.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 16,644 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 1,566 ટન તથા જસત અને જસત-મિનીમાં
27,004 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 12,00,220 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,54,68,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
21,936 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 243.72 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.11.86 કરોડનાં 148 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 704 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 16,010
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,046 અને નીચામાં 15,999 બોલાઈ, 47 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 4 પોઈન્ટ વધી
16,016 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8383.81 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.628.74 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.330.58 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6613.72 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.809.31
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.197.40 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.215ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.237.40 અને નીચામાં
રૂ.202.60ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.80 ઘટી રૂ.206.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન
રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.40 ખૂલી, ઉપરમાં રૂ.15.60 અને
નીચામાં રૂ.14.05 રહી, અંતે રૂ.1.30 વધી રૂ.15.10 થયો હતો.
સોનું જુલાઈ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.756ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.830 અને નીચામાં રૂ.748ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.32.50 ઘટી રૂ.760
થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.578 ખૂલી,
ઊપરમાં રૂ.607.50 અને નીચામાં રૂ.549 રહી, અંતે રૂ.11 ઘટી રૂ.576 થયો હતો.
ચાંદી જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,402ના ભાવે ખૂલી, રૂ.80 ઘટી
રૂ.1,404.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,345ના
ભાવે ખૂલી, રૂ.10 ઘટી રૂ.1,377.50 થયો હતો. તાંબુ જૂન રૂ.700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.0.08 વધી રૂ.21.54 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.171.80ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.199.20 અને નીચામાં રૂ.155ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.10.20 ઘટી રૂ.193.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.65 ખૂલી, ઉપરમાં રૂ.13.70 અને નીચામાં રૂ.12.40 રહી, અંતે રૂ.1.60
ઘટી રૂ.12.80 થયો હતો.
સોનું જુલાઈ રૂ.57,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.189ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.189 અને નીચામાં રૂ.150ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.18.50 ઘટી રૂ.169 થયો
હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.467 ખૂલી,
ઊપરમાં રૂ.533 અને નીચામાં રૂ.466.50 રહી, અંતે રૂ.14 વધી રૂ.505.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,691ના ભાવે ખૂલી, રૂ.33 ઘટી
રૂ.1,664 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,000ના ભાવે
ખૂલી, રૂ.45 ઘટી રૂ.1,066 થયો હતો.
