જૂનાગઢ જિલ્લામાં ૧૮૧ અભયમ હેલ્પલાઇનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા કાઉન્સેલરને સન્માનિત કરવામાં આવ્યા હતા.
છેલ્લા સાત વર્ષથી ૧૮૧ અભય મહિલા હેલ્પલાઇનમાં ફરજ બજાવતા કાઉન્સેલર અરૂણાબેન કોલડિયાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમસેટ્ટીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી માટે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ૧૮૧ મહિલા હેલ્પલાઈન દ્વારા સ્ત્રીઓને મુશ્કેલીના સમયમાં ત્વરિત મદદ પહોંચાડવાની સાથે તેમના પ્રશ્નોના નિવારણ માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે.


