Gujarat

માણાવદરના પીપલાણામાં રૂ. ૨ લાખના ખર્ચે  સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરાશે

માણાવદર તાલુકાના પીપલાણા ગામના સીતારામનગરમાં રૂ.૨ લાખના ખર્ચે સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવશે. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૧૫ ટકા વિવેકાધીન સામાન્ય જોગવાઈના અનુદાન હેઠળ આ કામને સ્થળ સ્પષ્ટ કરવાની શરતે મંજૂરી આપવામાં આવી છે. આમ વીજળીકરણના આ કામથી ગ્રામજનોની સુખસુવિધામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *