Gujarat

કવાંટ તાલુકા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે એક પ્રમુખ,બે મહામંત્રીના રાજીનામા લઈ લેવાયા ત્રણેયએ જણાએ એક જ લેટરપેડ ઉપર રાજીનામું લખી જિલ્લા ભાજપ પ્રમુખને મોકલ્યું

છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં અચાનક રાજકીય ભૂકંપ સર્જાયો છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ભાજપના પ્રમુખ રમણસિંહ રાઠવા, મહામંત્રી જીકેશ રાઠવા અને બીજા મહામંત્રી મહેન્દ્રસિંહ રાજપૂતના અચાનક રાજીનામા માગી લેવાતા ત્રણેય જણાએ એક જ લેટરપેડ ઉપર રાજીનામું લખીને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાને મોકલી આપ્યું છે.
આ અંગે પૂર્વ પ્રમુખ રમણસિંહ રાઠવા સાથે વાત કરતા તેઓએ પરમ દિવસે રાત્રે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા રાજીનામું આપવા માટે જણાવ્યું હતું. જેને લઇને  ત્રણેય જણાએ ગઈકાલે સાંજે ચાર વાગે અમારું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખને મોકલી આપ્યું છે.
જ્યારે આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાને ટેલિફોનથી પૂછતા તેઓએ કામગીરી છે. અને તેને કારણે તેઓએ રાજીનામું આપ્યું છે. જેનો અમે સ્વીકાર કર્યો નથી, એમ જણાવ્યું છે
એક બાજુ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા રાજીનામાના
પત્રમાં પ્રમુખની સૂચના મુજબ રાજીનામુ
આપ્યાનું જણાવવામાં આવ્યું છે અને જિલ્લા
ભાજપ પ્રમુખ ટેલિફોન પર તેઓએ રાજીનામું
આપ્યાનું જણાવી રહ્યા છે. જેને લઇને કવાંટ તાલુકા
ભાજપના અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230601-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *