બોડેલી થી વડોદરા કે નસવાડી તરફ જવા માટે નર્મદા યોજના ની કેનાલ પાસે ના ડામર રોડ નો ગ્રામીણ જનતા ખૂબ ઉપયોગ કરી રહી છે. રાત દિવસ કેનાલ ના સર્વિસ રોડ વાહનો ની દોડાદોડી થી ધમધમતા જોવા મળે છે. ત્યારે મોડાસર ચોકડી આગળ વણીયાદરી થી કેનાલ માર્ગે અનેક ખાડાઓ આવે છે. ભંગાર રસ્તા નુ સમારકામ ઘણા સમય થી થયું નથી તે સ્પષ્ટ જોઈ શકાય છે.
ત્યાં રસ્તા ની બાજુ માં માટી નુ ધોવાણ થતાં રોડ પર મોટા ગાબડાં પડ્યાં છે. સાંકડા માર્ગ પર સામસામે વાહનો સડસડાટ દોડી રહ્યા છે. ત્યારે આવા ગાબડાં વાહન ચાલકો માટે જોખમ બની શકે છે બોડેલી નજીક વણિયાદરી થી કડાછલા તરફ નર્મદા કેનાલ ના સર્વિસ રોડ પર મોટા ગાબડાં ઠેરઠેર જોવા મળી રહ્યા છે ત્યારે આવા ગાબડાં વાહનચાલકો માટે જીવલેણ બને તે પહેલા તંત્ર એ કામગીરી હાથ ધરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


