સુરત
સુરતમાં કોંગ્રેસના પત્તા વિખેરાતા જાેવા મળી રહ્યા છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. ઉપપ્રમુખ તારાચંદ કાસટનું કોંગ્રેસના પદેથી રાજીનામું સામે આવ્યું છે. જેને લઈને અટકળો ચાલુ થઇ ગઈ છે. તારાચંદ કાસટએ લેખિતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપ્યું છે. ત્યાર્રે તારાચંદ કાસટે કોગ્રેસ પર કેટલાક ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે. કાસટે કહ્યું કે કેટલાક સમયથી કોંગ્રેસમાં અનુસાશનની કમી છે. ત્યારે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસમાં પરિવારવાદ સામે કોઈ કાર્યવાહી નહીં.
