Gujarat

વૃદ્ધ મહિલાને હેલ્પલાઈનની ટીમે પરિવાર સાથે મેળાપ કરાવ્યો

અમદાવાદ
મહિલાને એક દિકરી જે સાસરે અને એક દિકરો જે છુટક મજુરી કરે છે.જેથી સંપૂર્ણ જવાબદારી જેઠ-જેઠાણી પર છે. મહિલા ઘરેથી ભાગી ત્યારે તેના દિકરા અને જેઠ-જેઠાણીએ શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવી ન હતી. હેલ્પલાઇનની ટીમે મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલવાની સલાહ આપી તથા મહિલાને સમયસર દવા લેવાની સલાહ આપીને ઘરેથી ભાગી ગયેલ માનસિક અસ્થિર મહિલાને તેના ઘરે પરત મોકલી આપી હતી.અમદાવાદમાં માનસિક રીતે અસ્થિર લોકો ફૂટપાથ પર સૂતેલા કે પછી અસ્તવ્યસ્ત રીતે રોડ પર ફરતા જાેવા મળે છે. તેમનો પરિવાર પણ તેમની શોધખોળ કરીને તેમની ચિંતા કરતો હોય છે. આ પ્રકારના માનસિક અસ્થિર લોકો તેમજ મહિલાઓની મદદ માટે મહિલા હેલ્પલાઈન કાર્યરત છે. અમદાવાદ શહેરમાં એક વૃદ્ધ મહિલા માનસિક અસ્થિર હાલતમાં જણાતા લોકોએ મહિલા હેલ્પલાઈનની ટીમને ફોન કરીને જાણ કરી હતી. આ ટીમે તરત જ સ્થળ પર પહોંચીને મહિલાની પુછપરછ કરીને તેમના ઘરે મોકલી આપી હતી. બીજી તરફ પરિવારને આ મહિલાની સારી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટેની સૂચના આપી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે રસ્તામાં એક વૃદ્ધ મહિલા માનસિક રીતે અસ્થિર જણાતા એક વ્યક્તિએ હેલ્પલાઈનને ફોન કર્યો હતો. આ વ્યક્તિએ હેલ્પલાઈનને કહ્યું હતું કે એક મહિલા રસ્તા પર ફરી રહી છે તેની માનસિક સ્થિતિ બરાબર લાગતી નથી. તેમને પોતાનું સરનામું યાદ છે પણ તેઓ કહેતા નથી. અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા માનસિક રીતે બિમાર હોવાનું દેખાઈ રહ્યું હતુ. હેલ્પલાઇનની ટીમે મહિલાને સાંતવના આપીને પુછપરછ કરી ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી ઘરેથી નિકળી ગઈ છું બાદમાં તેમણે તેનું સરનામુ આપ્યું હતુ. જેથી અભયમની ટીમે આસપાસના લોકોની પુછપરછ કરીને મહિલાને તેના ઘરે લઈ ગયા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે, મહિલાના પતિનું બિમારીના કારણે મોત થયુ હોવાથી તેમની માનસિક સ્થિતિ સારી રહેતી નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *