Gujarat

નગરજનો મિશન લાઈફ થીમ આધારિત નિઃશુલ્ક નાટક નિહાળી શકશે

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ હેઠળની જામનગર પ્રાદેશિક કચેરી દ્વારા આગામી તા. 5 જૂનના રોજ
'વિશ્વ પર્યાવરણ દિવસ' ની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે, તા. 5 જુનના રોજ સાંજે 08:00 કલાકે ધન્વંતરી હોલ,
ડી. કે. વી. સર્કલ પાસે, જામનગર ખાતે પર્યાવરણ પ્રત્યે જન જાગૃતિ કેળવવા માટે 'મિશન લાઈફ' થીમ આધારિત ડ્રામા/ નાટકના
શોનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે, વહેલા તે પહેલાના ધોરણે નગરજનો નાટકના શોમાં નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકાશે. તેમ પ્રાદેશિક અધિકારી શ્રી કે. એન.
પરમાર, જામનગર પ્રદુષણ નિયંત્રણ કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *