વૃક્ષો સમગ્ર જીવસૃષ્ટિ માટે વરદાનરૂપ છે. જૂનાગઢમાં લીલાશનો વારસો સાચવીને બેઠેલા ૨૧ હેરીટેજ વૃક્ષો છે. આ ૨૧ હેરીટેજ વૃક્ષોના ઔષધીઓ ઉપયોગ, ધાર્મિક મહત્વ, પૈરાણીક મહત્વ, તેની ભવ્ય પ્રાચીનતા, ઉપયોગ અને તેની સાથે જોડાયેલ માન્યતાઓ પણ વિશિષ્ટ છે.
વુક્ષનું નામઃ રૂખડો (પ્રાચીન, દુર્લભ ઝાડ) ગિરનાર રોડ.
ગિરનાર દરવાજાથી વાઘેશ્વરી મંદિર તરફ જતા જમણા હાથ તરફ પર અલ્ભય રૂખડાનું વ્રુક્ષ આવેલ છે, આસ્થાના પ્રતીક સમા આ રૂખડાનું વ્રુક્ષ ખુબજ દુર્લભ છે. આ વ્રુક્ષ ના દર્શન કરવા અને માનતા પુરી કરવા ઘણા લોકો આવે છે.
પીપળો (પ્રાચીન વ્રુક્ષ)
જૂનાગઢની શાન એવી જૂનાગઢ ક્રુષિ યુનિવર્સિટી માં મોતીબાગ ના પરીતળાવ માં પ્રવેશતા ડાબા હાથ પર આવેલ ઓફિસની બાજુમાં સદીઓ પુરાણું પવિત્ર પીપળાનું ઝાડ આવેલ છે. વિશાળ થડ અને ગગનચુંબી ઘેરાવો ધરાવતું આ વૃક્ષ અતિ પ્રાચીન છે.
મોહગની (અતી મુલ્યવાન પ્રાચીન વ્રુક્ષ)
બહુમાળી ભવનથી મોતીબાગ તરફ જવાના રસ્તા પર મઘડીબાગના નામ થી ઓળખાતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના બાગાયતન વિભાગ ના ફળ સંશોધન વિભાગની અંદર મોહગની નું વ્રુક્ષ આવેલ છે.
૧૮ ફુટના ઘેર વાડું થડ મંત્રમુગ્ધ બનાવી દે છે. રાષ્ટ્રપતિ ભવનનું ફર્નિચર મોહગની ના લાકડા માંથી બનાવેલુ છે. મઘડીબાગ માં રહેલું આ વૃક્ષ ગુજરાત માં સૌથી પ્રાચીન મોહગનીનું વૃક્ષ છે. સદીઓ પહેલા નું અતિ મુલ્યવાન વૃક્ષ જૂનાગઢ અને કૃષિ યુનિ. ની શાન છે અને જૂનાગઢ શહેર નું નઝરાણું છે.
વડ (પૌરાણિક વ્રુક્ષ)
ગરવા ગિરનાર ની ગોદ માં આવેલ સુદર્શન તળાવની પાછળ ની ગલીમાં થી પૂર્વ તરફ જતા વેલનાથ (વેલાવડ) ની અતિ પ્રાચીન જગ્યા આવેલ છે. દંતકથા મુજબ વેલનાથ બાવા, ગુરૂશ્રી ભાગનાથ બાપુના સનિધ્યમાં આ જગ્યા પર વડ ના સ્થાની આસપાસ નિવાસ કરતા હતા. આજે આ વડ ૧૫ વડવાઈઓના વિશાળ સમૂહ સાથે આશરે ૨૦૦ ફુટના ઘેરાવા માં ઉભો છે. પ્રથમ દ્રષ્ટિ એ જોતા આ વડલો પુરાંતન હોવની ઝાંખી થાય છે. આ વડ આશરે ૨૦૦ વર્ષથી પણ પહેલાનો હોય તેમ જણાંય છે.
રાયણ (પ્રાચીન વૃક્ષ)
અશોકના શીલાલેખ પાસે, ભવનાથ રવેશ્વર મહાદેવનાં મંદિર ની પૂર્વ બાજુ પર આવેલ રોડના કાંઠા પર રાયણ નું વ્રુક્ષ આવેલ છે.રોડ પરથી જ આ વ્રુક્ષ ને જોતા તેમની વિશાળતાનો ખ્યાલ આવે છે, આ મંદિરના મહંત શ્રી કમલેશભાઇ શાસ્ત્રીજી છે. શ્રી પરષોત્તમ ભગતે આપેલ માહિતી મુજબ સ્વામીનારાયણ ધર્મ નાં “હરિલાલ મ્રુત” ને “પ્રભુશાસ્ત્રી લિખિત ગ્રંથ” માં આ વ્રુક્ષ નો ઉલ્લેખ છે.
લીમડો (પ્રાચીન વૃક્ષ)
જૂનાગઢ શહેરમાં પહેલા જયા કલેકટર કચેરી અને ટ્રેઝરી ઓફીસ (મામલતદાર ઓફીસ) આવેલી હતી ત્ફા વચ્ચે રોડ ની સાઇડ માં ભવ્ય લીમડો આવેલ છે, આ લીમડા ને લાંઘણ લીમડા તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લાની વહીવટી કચેરી સામે અસંતોષ દર્શાવવા થતા ઉપવાસ આંદોલનો આ લીમડા નીચે બેસી ને થતા હોવાથી તેને “લાંઘણ લીમડો” કહેવામાં આવે છે.
જયારે અન્ય વૃક્ષોમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માં બોરસલી નું ૧૨૫ વર્ષ પુરાણું વૃક્ષ,કૃષ્ણપ્રણામી મંદિર, સ્વામી ગુરૂકુળ સામે આવેલ કુષ્ણપ્રણામી મંદિર માં પ્રવેશતા ડાબા હાથ પર ખીજડાનું પુરાણું વ્રુક્ષ, મોતીબાગ પાસે, બીલનાથ મહાદેવના મંદિર ના પટાંગણમાં કોઠાનું ઝાડ આવેલું છે. શીતળાકુંડ અને નિલકંઠ મહદેવના મંદિર પાસે આંબલીનું વ્રુક્ષ આવેલ છે. જૂનાગઢ ક્રુષિ યુનિ. ના મોતીબાગ માં હોસ્ટેલ તરફ જતા રસ્તા પર લોન ની પશ્રિમ દિશા માં સૌરાષ્ટ્ર માં જવલેજ જોવા મળતું “અર્જુન વ્રુક્ષ” નામ નું વૃક્ષ છે.
જૂનાગઢ કૃષિ યુનિ. ના મોતીબાગ માં હોસ્ટેલ તરફ જતા રસ્તા પર લોનની પશ્રિમ દિશામાં મુલ્યવાન ઔષધિ વ્રુક્ષ “પુત્રંજીવા” નામનું વ્રુક્ષ આવેલ છે. આ વૃક્ષ નુ ફળ નો ઉપયોગ ઔષધિમાં થાય છે. જેને ગર્ભપાત થઇ જતો હોઇ તેને આ વ્રુક્ષના ફળનું આર્યુવૈદિક પદ્ધિતી થી સેવન કરવાથી ગર્ભપાત થતો અટકી શકાય છે. આમ ગર્ભ નું સ્થાપન કરતું હોવથી પુત્ર ને જીવાડનાર “પુત્રંજીવા / જીયાપોતો” નામ મળ્યુ છે.
પબડી નું વિશાળ વૃક્ષ પોલ્યુશન બોર્ડ ની ઓફીસ, ગાંધી ચોક પાસે, ચર્ચ ની સામે, આવેલ છે. ગુજરાત પોલ્યુશન બોર્ડ ની ઓફીસનાં ભાગમાંમાં વિશાળ અને આશરે ૬૦ ફુટ ની ઉંચાઇ ધરાવતુ પીપળનું વૃક્ષ આવેલ છે.
કૃષિ યુનિવર્સિટી માં મોતીબાગ ના પરીતળાવ માં પ્રવેશતા ડાબા હાથ પર આવેલ ઓફિસની બાજુમાં સદીઓ પુરાણું પવિત્ર પીપળાનું ઝાડ આવેલ છે.
જોહ કલીશા બાપુની દરગાહ, ગાંધી ચોકમાં, ચીતાખાના ચોક તરફ જતા રસ્તામાં ડાબા હાથ પર, લીમડો. વેલાવડની જગ્યા, સુદર્શન તળાવ પાછળ, ભવનાથ, જૂનાગઢ,વડ (પૌરાણિક વ્રુક્ષ),શિવ મંદિર, જોષીપરામાં ઉંબરો / પીપળો (અદ્દભુત બેડલુ વ્રુક્ષ),લાલ આંબલી (પ્રાચીન વ્રુક્ષ)સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માં સ્નેક પાર્કની પશ્રિમ દિશા બાજુ લાલ આંબલી નું ઝાડ આવેલ છે.
જૂનાગઢ શહેર માં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માં સ્નેક પાર્કની પશ્રિમ દિશા માં વિશાળ ઉંચાઇ ધરાવતુ બ્રાન્ચીંગ પામ (દિવતાડ / રાવણ તાડ) આવેલ છે.ગિરનાર રોડ પર રૂપાયતન તરફ જતા રસ્તા પર રૂદ્રેશ્વર જાગીર આશ્રમની સામે તાડ અને વડ (કુદરત ની કમાલ) રૂપ આ વ્રુક્ષ આવેલ છે.


