Gujarat

સર્વાંગી વિકાસના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા આવશે : કુલપતિશ્રી ડૉ.ચેતન ત્રિવેદી

સમગ્ર ભારતમાં ૧૯૮૬ થી એટલે કે ૩૪ વર્ષ પછી નવી શિક્ષણનીતિ રૂપે ભારતના વડાપ્રધાનનરેન્દ્રભાઈમોદીના સીધા માર્ગદર્શન હેઠળ નેશનલ એજ્યુકેશન પોલીસી (NEP) ૨૦૨૦નો અસરકારક અમલ થવા જઈ રહ્યો છે. ત્યારે ભક્તકવિ નરસિંહમહેતા યુનિવર્સિટી,જૂનાગઢ દ્વારા પણ તા. ૧૫જૂન,૨૦૨૩ થી શરૂ થતા નવા સત્રથી તમામ સંલગ્ન કોલેજોમાં NEP-2020 નો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કુલપતિશ્રી ડૉ.ચેતનભાઈત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલ એક્ઝીક્યુટીવ કાઉન્સિલની બેઠકમાં નક્કી થયા મુજબ યુનિવર્સિટીના નિયંત્રણ અને નિયમન હેઠળ આવતા જુનાગઢ,ગીરસોમનાથ,પોરબંદરઅનેદેવભૂમિદ્વારકાજિલ્લાની કુલ૧૬૨ કોલેજોમાં ૨૦૨૩-૨૪ ના નવા સત્રથી આર્ટસ,કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના તમામ કોર્ષમાં NEP-2020 નોઅમલકરવો,સંલગ્ન સિલેબસ ભણાવવો અને વિદ્યાર્થીઓને અલગ-અલગ કોર્ષ કરવાની તક આપવી.જેને કારણે વિદ્યાર્થીઓમાં રોજગારીની તકોમાં વધારો થશે અને તેઓમાં નૈતિકતાનું સિંચન થશે. ઉપરાંત ભારતીય પરંપરાને ભણાવવાનો અને જ્ઞાન વધારવાનો પણ મોકો મળશે વિદ્યાર્થી એક વર્ષ પછી ત્રીજા સેમેસ્ટરમાં વિષય પણ બદલાવીશકશે.

        અત્યાર સુધી ગ્રેજ્યુએશનના ત્રણ વર્ષ હતા.જે હવે ચારવર્ષ થયા છે.વિદ્યાર્થી ચાર વર્ષ પૂર્ણ કરે એટલે તેને ગ્રેજ્યુએશનરૂપે ‘ઓનર્સડિગ્રી’ આપવામાં આવશે.ત્રણ વર્ષ પૂર્ણ કરનાર અને ૭૫ ટકા કે તેથી વધુ મેળવનાર વિદ્યાર્થીને ચોથા વર્ષમાં ઓનર્સ વિથ રિસર્ચનો પણ ઓપ્શન આપવામાંઆવશે. રિસર્ચરૂપે વિદ્યાર્થીએ ડેઝર્ટશન (નાનોથીસીસ) કરવાનું રહેશે.

            NEP 2020 મુજબ જે વિદ્યાર્થીઓ કોઈ પણ કારણોસર યુનિવર્સિટીનું એક વર્ષ પૂર્ણ કરે અને વચ્ચેથી અભ્યાસ છોડી દેતો તેને સર્ટિફિકેટ કોર્સનું પ્રમાણપત્ર આપવું,બે વર્ષ પૂર્ણ કરેતો ડિપ્લોમા કોર્સનું પ્રમાણપત્ર આપવું અનેજો ત્રણ વર્ષ પૂર્ણ કરે તો ડીગ્રી કોર્સનું પ્રમાણપત્ર આપવામાં આવશે.એક કે બે વર્ષ પછી વિદ્યાર્થી કોઈ કારણોસર અભ્યાસ અધૂરો છોડી દે તો તેઓએ ચાર ક્રેડિટનો વોકેશનલ પ્રોગ્રામ કરવાનો થશે.વિદ્યાર્થી યુનિવર્સિટીમાં એડમિશન લે તે પછી વધુમાં વધુ સાત વર્ષની અંદર ગ્રેજ્યુએશનરૂપે ઓનર્સ ડિગ્રી પ્રાપ્ત કરવી જરૂરી છે, ત્યાર બાદ વિદ્યાર્થી આપોઆપ ડીસ્કવોલીફાઇ થઈ જશે.સમગ્ર ઓનર્સ ડિગ્રી દરમિયાન વિદ્યાર્થીઓ આર્ટસમાં 180 ક્રેડિટકોમર્સમાં 192 ક્રેડિટતથાસાયન્સમાં 193 ક્રેડિટમેળવવાનીરહેશે.જે હાલમાં ત્રણ વર્ષના યુ.જી.કોર્ષમાં સરેરાશ 144 જેટલી ક્રેડિટ મેળવવામાં આવે છે.

        NEP 2020માં મેજર અને માઈનર,એબિલિટી તથા સ્કીલ એન્હેન્સમેન્ટ,વેલ્યુ એડેડ કોર્ષ સહિતના સિલેબસ વિદ્યાર્થીઓને ભણવામાં આવશે.જેમાં એબીલિટીએન્હેન્સમેન્ટ માં વિદ્યાર્થીઓ સંસ્કૃત,હિન્દી,ગુજરાતી,અંગ્રેજીસહિતની કોઈ પણ ભાષા પસંદ કરી શકશે.સ્કીલ એન્હેન્સમેન્ટમાં વિદ્યાર્થીઓની સ્કીલ ડેવલપ થાય તે માટેના રોજગારલક્ષી- વોકેશનલ કોર્ષ શરુ થશે. જેમાં વિવિધ વિષયોમાં કોમ્યુનિકેશન, ટુરિઝમમેનેજમેન્ટ, રાઇટિંગ સ્કીલ્સ, લેન્ગવેજ ટિચિંગકોમ્પ્યુટર રિલેટેડ કોર્ષ વિગેરેનો સમાવેશ થાયછે.

        વેલ્યુએડેડ કોર્ષમાં IKS એટલે કે ઇન્ડિયન નોલેજ સીસ્ટમ રીલેટેડ અને એન્વાયરમેન્ટલ સ્ટડીઝ રીલેટેડ કોર્ષીસ શરુ થનાર છે. NEP-2020 ના અમલીકરણથી સર્વાંગી વિકાસના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા આવશે તેવું કુલપતિશ્રી ડૉ.ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. યુનિવર્સિટી ખાતે એક્ઝીક્યુટીવ કાઉન્સિલની બેઠકમાં કુલપતિશ્રી ડૉ.ચેતનભાઈ ત્રિવેદી ઉપરાંત યુનિવર્સિટીના સરકાર નિયુક્ત ઈ.સી. મેમ્બર ડો. જયભાઈ ત્રિવેદી, શ્રી ચંદ્રેશભાઈ હેરમા, સુ.શ્રી.ભાવનાબેન અજમેરા, ડો. જીવાભાઈ વાળા, સહિતના તમામ ઈ.સી. મેમ્બર્સ, કુલસચિવ ડો. મયંકભાઈ સોની, એકેડેમિક ઓફિસર ડો.ફિરોઝભાઈ શેખવિગેરે હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *