જામનગર
ફરી એકવાર બોરવેલમાં બાળક પડી જવાની રૂવાટા ઉભા થઈ જાય તેવી ઘટના ગુજરાતમાં બની છે. આ વખતે જામનગર જીલ્લામાં તમાચણ ગામમાં એક બાળકી બોરવેલમાં પડી ગઇ છે. જામનગર જિલ્લામાં તમાચણ ગામે બાળકી ઊંડા બોરવેલમાં રમતા રમતા ખાબકી છે. ગોવિંદભાઈની વાડીમાં આદિવાસી મજુરની બે વર્ષની દીકરી રમતા રમતા બોરવેલમાં પડી ગઇ છે. બાળકી આશરે ૩૫ થી ૪૦ ફૂટ ઊંડા બોરમાં ફસાઈ છે. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂની કામગીરી શરુ કરવામાં આવી છે.


