છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને અચાનક વાવાઝોડું આવી જતાં ઠેર-ઠેર નુકસાન થયું હતું. જિલ્લામાં ક્યાંક પતરા ઉડ્યા, ક્યાંક ઝાડ તબેલા પર પડતાં બે વાછરડાના મોત થયા છે. તો ક્યાંક દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી છોટાઉદેપુર જિલ્લામાં આજે સવારના 8થી 12 વાગ્યા સુધીમાં કુલ 48 મીમી વરસ્યો છે. જિલ્લાના છોટાઉદેપુરમાં 05 મીમી, પાવી જેતપુરમાં 03 મીમી, સંખેડામાં 03 મીમી, નસવાડીમાં 02 મીમી, બોડેલીમાં 10 મીમી, કવાંટમાં 25 મીમી વરસાદ વરસ્યો છે.છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારમાં ભારે વાવાઝોડું ફૂકાયુ હતું અને ત્યારબાદ વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સવારના આંઠથી દશ વાગ્યા સુધીમાં કુલ 39 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં છોટાઉદેપુરમાં 05 મીમી, પાવી જેતપુરમાં 03 મીમી, સંખેડામાં 03 મીમી, નસવાડીમાં 02 મીમી, બોડેલીમાં 10 મીમી, કવાંટમાં 16 મીમી વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના કસ્બા વિસ્તારમાં ધરાવતા શબ્બીરભાઈ વ્હોરાની દુકાનની ઉપરના માળની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ દીવાલ ધરાશાયી થઈ જતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જો કે દીવાલ ધરાશાયી થઈ તેમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો દમ લીધો છે. દીવાલ ધરાશાયીનો લાઈવ વીડિયો પણ વાઇરલ થયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


