*મોટી સંખ્યામાં યાત્રિકોએ ચાચ ચોક ખાતે કર્યો ઘંટારવ*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર મા એક પણ ઘંટ યાત્રિકો અને ગામજનો માટે નથી જેને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને અગાઉ થોડા દિવસો પહેલા લેખિત અરજી પણ કરવામાં આવી હતી
છેલ્લા ઘણા વર્ષોથી યાત્રિકો માટે ઘંટનાદ જે માતાજી સમક્ષ યાત્રિકો અને ગામજનો પોતાની હાજરી સ્વરૂપે અને તેમની શ્રદ્ધાનું પ્રતીક ઘંટને વગાડતા હતા તે છેલ્લા ઘણા વર્ષોથી યાત્રાધામ અંબાજી મંદિર ખાતે બંધ કરવામાં આવ્યો છે તે ભાગરૂપે થોડા દિવસો અગાઉ પણ દેવસ્થાન ટ્રસ્ટને ફરી અંબાજી મંદિર ચાચા ચોક ખાતે યાત્રિકો માટે ઘંટનાદ કરી શકે તે સુવિધા રૂપે ફરીથી ઘંટ લગાવવામાં આવે તેવી અરજી પણ કરવામાં આવી હતી પણ આજ દિન સુધી માતાજીના મંદિર ચાચર ચોક ખાતે ઘંટ લગાવવામાં આવ્યા નથી આજે પૂનમ હોય અને મોટી સંખ્યામાં યાત્રિકો માં અંબાના દર્શને આવતા હોય ત્યારે દેવસ્થાન ટ્રસ્ટમાં અરજી કરનાર સુનિલ બ્રહ્મભટ્ટ દ્વારા મંદિરમાં મા અંબાના દર્શન કરવા જાતા સમયે સાથે ઘંટ ઘરેથી લઈ ગયા અને મા અંબાના ચાચર ચોકમાં ઘંટનાદ કરવામાં આવ્યો ત્યારે ચાચા ચોક ખાતે મોટી સંખ્યામાં યાત્રિકો અને ગામજનોએ પણ ચાચર ચોક ખાતે ઘંટનાદ કરવાનો મોટી સંખ્યામાં લાવો લીધો હતો અને માતાજીને પ્રાર્થના કરી કે ફરી ચાર ચોકમાં યાત્રિકો અને ગામજનો ઘંટનાદ કરી શકે તેવી વ્યવસ્થા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે તેવી માઁ અંબા સમક્ષ અરજી મૂકવામાં આવી
ધાર્મિક સ્થળ હોય કે પછી કોઈપણ નાનું મોટું મંદિર હોય ત્યાં ઘન્ટ હોય છે. અને કહેવા મા આવતું હોય છે કે મંદિર મા ઘન્ટ વગાડવા થી ભગવાન જાગ્રત થાય છે તો સાથે સાથે સકારાત્મક ઊર્જા નું સંચાર પણ થતું હોય છે. કરોડો લોકો ના આસ્થા પણ મંદિર મા ઘન્ટ સાથે જોડાયેલી હોય છે. દેશ દુનિયા મા કોઈપણ નાનું મોટા મંદિરે ભગવાન આગળ ઘન્ટ લગાયેલો હોય છે જ્યારે કોઈપણ ભક્ત મંદિરે દર્શન માટે પ્રવેશે છે ત્યારે સર્વપ્રથમ મંદિર મા લાગેલા ઘન્ટ ને વગાડી ભગવાન ના દર્શન કરતા હોય છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


