મુંબઈ
પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન પાકિસ્તાન માટે બાબર આઝમ પછી સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન છે. પાકિસ્તાની ટીમ માટે ખરાબ સમાચાર એ છે, કે મોહમ્મદ રિઝવાન બંને વોર્મ અપ મેચમાં ફ્લોપ સાબિત થયા છે. રિઝવાન દક્ષિણ આફ્રિકા સામે ૧૯ રન બનાવી આઉટ થયો હતો. રિઝવાન શોર્ટ બોલ સામે એકદમ અસહજ દેખાતો હતો. રબાડા અને નોર્ત્જે તરફથી ઝડપી શોર્ટ ડિલિવરીએ તેને પરેશાન કર્યો. અંતે, તે નોર્ત્જેના બોલ પર કેશવ મહારાજને કેચ આપી બેઠો હતો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની ટીમ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન પર ઘણો આધાર રાખે છે. છેલ્લા બે વર્ષથી આ બંને બેટ્સમેનોએ વનડે અને ્૨૦ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. જાે આ બંને ખેલાડીઓ વહેલા આઉટ થઈ જાય તો, પાકિસ્તાની ટીમ દબાણમાં આવી શકે છે. મોટી વાત એ છે કે બંને ખેલાડીઓ ઓપનિંગ કરવા આવે છે. જાે બેમાંથી કોઈ વહેલું આઉટ થઈ જાય તો ટીમ પર ચોક્કસપણે દબાણ આવશે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની આ નબળાઈને જાણી હશે અને તે મુજબ વિરાટ એન્ડ કંપનીએ પણ એક પ્લાન તૈયાર કર્યો હશે. હવે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે સંપૂર્ણ પ્લેઈંગ ઈલેવન મેદાનમાં ઉતારવાની જરૂર છે.્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ માં ભારત અને પાકિસ્તા વચ્ચે ૨૪ ઓક્ટોબરે મુકાબલો થવાનો છે. મહાસંગ્રામ મેચ પહેલા બંને ટીમો વોર્મ અપ મેચ સાથે પોતાની તાકાત માપી રહી છે. ભારતે તેમની બંને વોર્મ-અપ મેચ જીતી હતી અને મોટી વાત એ છે, કે ભારતના ઓપનર શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે. કેએલ રાહુલે ઇંગ્લેન્ડ સામે ઝડપી અડધી સદી ફટકારી હતી. જ્યારે રોહિત શર્મા એ ઓસ્ટ્રેલિયા સામે અડધી સદી ફટકારી હતી. જાેકે, પાકિસ્તાન થોડી મુશ્કેલીમાં હોવાનું જણાય છે. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ભારત સામેની મેચ પહેલા ફ્લોપ થઈ ગયો હતો અને તેની નબળાઈ પણ સામે આવી હતી. બાબર આઝમ દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં માત્ર ૧૫ રન બનાવીને આઉટ થયો હતો. બાબરને કાગિસો રબાડાએ બોલ્ડ કર્યો હતો. રબાડાએ બાબર આઝમને યોર્કર બોલ પર બોલ્ડ કર્યો હતો, જેના પર તે ખૂબ જ અસહજ દેખાતો હતો. રબાડાની આ રણનીતિથી ભારતીય બોલરો ઘણું શીખી શકે છે. ખાસ કરીને જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શામી યોર્કર્સ ફેંકવામાં પારંગત છે અને આ બંને બોલરોએ તે બોલનો ઉપયોગ બાબર સામે કરવો જાેઈએ.
