Delhi

WTC Finalમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા કોચ રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડશે!

નવીદિલ્હી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ઉ્‌ઝ્ર) ફાઈનલ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ૭ જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ મેચ શરૂ થશે અને તેની સાથે રેકોર્ડ બનાવવા અને તોડવાની પ્રક્રિયા પણ શરૂ થશે. આ મેચમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા પણ કંઈક આવું જ કરતો જાેવા મળશે. વાસ્તવમાં આ બંને ખેલાડીઓની નજર પોતાની ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડવા પર હશે. હવે તમે વિચારી રહ્યા હશો કે એ કયો રેકોર્ડ છે, જેને અમે તોડવાની વાત કરી રહ્યા છીએ. તો આ રેકોર્ડ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ટેસ્ટના આંકડા સાથે સંબંધિત છે. ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓમાં સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ પછી રાહુલ દ્રવિડ ત્રીજા નંબર પર છે. પરંતુ, હવે ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી બંને પાસે ઉ્‌ઝ્રની ફાઇનલમાં રાહુલ દ્રવિડને પાછળ છોડવાની તક છે. સૌથી પહેલા તો ચાલો જાણીએ કે રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં કેટલા રન બનાવ્યા? દ્રવિડે કાંગારૂ ટીમ સામે ૩૨ ટેસ્ટની ૬૦ ઇનિંગ્સમાં ૨૧૪૩ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૨ સદી અને ૧૩ અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ભારતીય બેટ્‌સમેનોની યાદીમાં ચેતેશ્વર પૂજારા ચોથા નંબર પર છે. તેણે અત્યાર સુધી ૨૪ ટેસ્ટની ૪૩ ઇનિંગ્સમાં ૨૦૩૩ રન બનાવ્યા છે. મતલબ, જાે રાહુલ દ્રવિડને પાછળ છોડવો હોય તો પૂજારાને ઉ્‌ઝ્ર ફાઈનલની બંને ઇનિંગ્સમાં મળીને કુલ ૧૧૦ રન બનાવવા પડશે. હવે સવાલ એ છે કે શું વિરાટ અને પૂજારા આ કરી શકશે. તો આ માટે ઓવલમાં તેના આંકડા કેવા રહ્યા છે તે જાેવાનું રહેશે. ઓવલમાં વિરાટ કોહલીએ ૩ ટેસ્ટની ૬ ઇનિંગ્સમાં ૨૮.૧૬ની એવરેજથી ૧૬૯ રન બનાવ્યા છે. બીજી તરફ, ચેતેશ્વર પૂજારાએ ૩ ટેસ્ટની ૬ ઇનિંગ્સમાં ૧૯.૫૦ની એવરેજથી માત્ર ૧૧૭ રન બનાવ્યા છે. મતલબ કે આ બંને ઉ્‌ઝ્ર ફાઇનલમાં ૨ ઇનિંગ્સમાં દ્રવિડનો રેકોર્ડ તોડી શકશે, તે કહેવું થોડું મુશ્કેલ છે.

Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *