Gujarat

પાવાગઢમાં વરસતા વરસાદ વચ્ચે ૧ લાખથી વધું દર્શનાર્થીઓ પહોંચ્યા

પાવાગઢ
પાવાગઢમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડ્યુ હતુ. વહેલી સવારથી જ ભક્તોની ભીડ પાવાગઢમાં ઉમટવી શરુ થઈ હતી. વહેલી સવારથી પંચમહાલ સહિત આસપાસના જિલ્લાઓમાં વાતાવરણ વરસાદી અને ભારે પવન ભર્યો હવા વચ્ચે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. રવિવાર હોવા સાથે જેઠ માસની પૂર્ણિમાં હોવાને લઈ ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી હતી. પાવાગઢમાં દર્શન કરવા માટે લગભગ એક લાખ જેટલા ભક્તો બપોર સુધીમાં ઉમટી પડ્યા હતા. પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જાેવા મળ્યુ હતુ. આમ છતાં પણ ભક્તો પણ શ્રદ્ધા પુર્વક દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભક્તો પાવાગઢના માર્ગ પર મોટી સંખ્યામાં જાેવા મળી રહ્યા હતા. પાવાગઢ મંદિર પરીસરમાં ભરચક ભીડનો માહોલ રવિવારે દિવસભર જાેવા મળ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો માના દર્શન કરવા માટે મંદીર તરફ આગળ વધ્યા હતા અને પગથીયાઓ પર પગ ના મુકી શકાય એટલી ભીડ જામી હતી.

Page-41.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *