Gujarat

વાવાઝોડા ને કારણે ટાટની પરીક્ષાથી વંચિત રહેલા ઉમેદવારોને ફરી તક આપવા છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાનો મુખ્યમંત્રીને પત્ર 

વાહન વ્યવહાર પ્રભાવિત થતા ટાટ ની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓ રસ્તામા જ અટવાઇ ગયા હતા
……………..
તારીખ 4 ના રોજ ટાટની પરીક્ષા લેવાઇ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના પરીક્ષા આપવા જતા ઉમેદવારો ભારે વાવાઝોડાને કારણે અટવાઈ ગયા હતા અને સમયસર પરીક્ષા આપવા સ્થળ પર પહોંચી ન શકતા તેઓ પરીક્ષા આપવાથી વંચિત રહી જતા છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ટાટ ની પરીક્ષા આપવાથી વંચિત રહેલા ઉમેદવારોને તક આપવા માટે વિનંતી કરી છે છોટાઉદેપુર જિલ્લાના 400 થી 500 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા છે બે દીવસ અગાઉ ભારે વાવાઝોડા ને રસ્તાઓ પર વૃક્ષો ધરાસહી થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો જેના કારણે  ટાટ ની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓ રસ્તા મા જ અટવાઇ ગયા હતા રાજ્ય મા અન્ય જીલ્લાઓમા પણ વાવાઝોડા ને લઇ ટાટ પરિક્ષા આપવા જતા ઉમેદવારો વંચિત રહી ગયા હોવાથી તમામને પરીક્ષા આપવા માટે એક તક આપવા સાંસદ ગીતાબેન રાઠવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ને પત્ર લખ્યો…
વાવાઝોડા ને કારણે ટાટની પરીક્ષાથી વંચિત રહેલા ઉમેદવારોને ફરી તક આપવા છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાનો મુખ્યમંત્રીને પત્ર
………………………
વાહન વ્યવહાર પ્રભાવિત થતા ટાટ ની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓ રસ્તામા જ અટવાઇ ગયા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230606-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *