પરમ પૂજ્ય સંત રાજીન્દર સિંહજી મહારાજ ની અધ્યક્ષતામાં કાર્યરત સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પર વૃક્ષારોપણ અને છોડ વિતરણ અભિયાન ની શરૂઆત કરવામાં આવી. જેના અંતર્ગત પર્યાવરણ ની જાળવણી માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય હેઠળ તમામ સંગતમાં 7500 છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંત રાજીન્દર સિંહજી મહારાજ અને માતા રીટા જી એ સ્વયં પોતાના હાથે વૃક્ષારોપણ કરી બધાને પર્યાવરણની જાળવણી કરવા પ્રેરણા આપી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંત રાજીન્દર સિંહજી મહારાજે તેમના વિશે સંદેશમાં જણાવ્યું હતું કે જ્યારે આપણે આધ્યાત્મિક રીતે પ્રગતિ કરીએ છીએ ત્યારે આપણે અન્ય જીવો પ્રત્યે જાગૃત થઈએ છીએ પછી તે વૃક્ષ હોય છોડ હોય કે અન્ય જીવો. આવી સ્થિતિમાં આપણે તે બધાની વધુમાં વધુ કાળજી લેવાનું શરૂ કરીએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે જેવા આપણે આપણી અંદર સદગુણો અને આત્મસાત કરીએ છીએ અને ધ્યાન અભ્યાસ દ્વારા જ્યોતિ અને શ્રુતિ સંપર્કમાં આવીએ છીએ ત્યારે આપણા આંતરિક દોષો અને વિકારો આપણામાંથી દૂર થવા લાગે છે. જેથી આપણે આપણા વાસ્તવિક સ્વરૂપ એટલે કે આત્માને ઓળખવાનું શરૂ કરીએ છીએ. પર્યાવરણ સંશોધન કે જેઓ તેમની ફરજ પ્રત્યે ખૂબ જ સંકલ્પ બંધ છે તેઓ પૃથ્વીના પર્યાવરણ ની સ્વચ્છતા અને સંભાળ માટે સમર્પિત છે. તેઓ ઈચ્છે છે કે આપણે કોઈક રીતે પર્યાવરણ સાથે તાલમેલ બનાવીને રહીએ. તેવી જ રીતે જે વ્યક્તિ પોતાની જાતને આધ્યાત્મિક સ્તર પર ઓળખીને પિતા પરમેશ્વર નો અનુભવ કરી ચૂક્યો છે તે વ્યક્તિ પોતાનું જીવન જવાબદારીઓની ભાવના સાથે જીવે છે.
એકવાર આપણે આપણી અંદર સૃષ્ટિ માટે પ્રેમની લાગણી કેળવીએ, ત્યારે આપણે ઘાસ ના એક તણખલું પણ પિતા પરમેશ્વરની ઝલક જોઈ શકીએ છીએ. આજે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવી રહ્યા છીએ તો આવો આપણે બધા ધ્યાન અભ્યાસમાં વધુને વધુ સમય પસાર કરીએ. જેથી કરીને આપણે પિતા પરમેશ્વર દ્વારા આપવામાં આવેલી આત્મિક સુંદરતાનો અનુભવ કરીએ. જો આપણે આપણી અંદર આનો વિકાસ કરીએ તો જે પણ આપણા સંપર્કમાં આવે છે તે પણ આ આધ્યાત્મિક આનંદ અનુભવે છે.
સાવન કૃપાલ રૂહાની મિશન માનવ સેવા ને સમર્પિત સંસ્થા છે. જે નિયમિતપણે માનવ કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. જે અંતર્ગત સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા સંત દર્શન સિંહજી ધામ, બુરારી ખાતે કોવિડ કેર સુવિધાઓ સાથે 1000 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં આંખની તપાસ કેમ્પ, આર્થિક રીતે નબળા બાળકોને મફત શિક્ષણ અને ખાદ્ય સામગ્રીનું વિતરણ સહિત અનેક સામાજિક કલ્યાણ ની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સાવન કૃપાલ રુહાની મિશન દ્વારા માનવ કલ્યાણ માટેની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ નું વિનામૂલ્યે આયોજન કરવામાં આવે છે. જે સમાજમાં નિસ્વાર્થ સેવા ભાવના ને પ્રોત્સાહન આપે છે.
સાવન કૃપાલ રૂહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે સમગ્ર વિશ્વમાં ધ્યાન અભ્યાસ દ્વારા પ્રેમ, એકતા તથા શાંતિનો સંદેશ ફેલાવી રહ્યા છે. તેના ફળ સ્વરૂપ તેમને વિભિન્ન દેશો દ્વારા અનેક શાંતિ પુરસ્કારો તથા સન્માન ની સાથે સાથે પાંચ ડોક્ટરેટની ઉપાધિ પણ એનાયત કરવામાં આવી છે. સાવન કૃપાલ રુહાની મિશન સંપૂર્ણ વિશ્વમાં 3200 થી વધુ કેન્દ્ર સ્થાપિત છે. તથા મિશન નું સાહિત્ય વિશ્વની 55 થી વધુ ભાષાઓમાં પ્રકાશિત થયું છે. તેનું મુખ્ય મથક વિજયનગર, દિલ્હી છે અને આંતરરાષ્ટ્રીય નેપરવીલે, અમેરિકામાં સ્થિત છે.
સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com


