વૈશ્વિક મહામારી કોરોના સામે દેશવાસીઓને રક્ષિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજન અને નેતૃત્વ થકી અપ્રતિમ સફળતા મળી છે. આજે ૧૦૦ કરોડ દેશવાસીઓને આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી રસીના ડોઝ આપીને વિશ્વને અચંબીત કરી દીધું છે. આ વૈશ્વિક સિદ્ધિની ઉજવણી અંતર્ગત આજે અમરેલી તાલુકા શાળા ખાતે ખાસ પોલીસ બેન્ડ દ્વારા નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયએ ઉપસ્થિત તમામ આરોગ્ય કર્મીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે દેશના સૌ આરોગ્યકર્મીઓના અથાગ પરિશ્રમ અને દ્રઢ ઈચ્છાશક્તિ થકી આજે આપણે આ સિદ્ધિ મેળવી શક્યા છીએ. પોલીસ અધિક્ષકશ્રીએ સૌ અમરેલીવાસીઓ તરફથી ઉપસ્થિત આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયના હસ્તે ૩૫ જેટલા આરોગ્ય કર્મીઓને પ્રમાણપત્રો એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.આ અવસરે અમરેલી આરોગ્ય તંત્રના અધિકારીઓ કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ તંત્રના અન્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

