Gujarat

રાજ્યના 50 હજારથી વધુ પોલીસ કર્મીઓને અપાશે સી.પી.આર.ની ટ્રેનિંગ, ગુજરાતના પોલીસ વિકાસ સહાયે કહ્યું કે કોઈપણ ઘટના કે દુર્ઘટના સમયે સૌથી પહેલા પોલીસ સ્થળ ઉપર પહોંચે છે ત્યારે પોલીસ કર્મીઓને સી.પી.આર.ટ્રેનિંગ ઉપયોગી નીવડશે

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાય છોટાઉદેપુર ખાતે વડોદરા રેંજની ક્રાઈમ કોન્ફરન્સ માટે આવ્યા જ્યાં પોલીસ કર્મીઓને cpr ટ્રેનીંગ આપવા બાબતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે નિવેદન આપ્યું છે. રાજ્યમાં હાર્ટ એટેક ના વધતા બનાવો વચ્ચે પોલીસ કર્મીઓને સી.પી.આર.ની ટ્રેનિંગના સમાચાર મહત્વના છે. રાજ્યના દરેક જિલ્લામાં 50 હજારથી વધુ પોલીસ કર્મીઓને ટ્રેનિંગ આપવાનું આયોજન કરાયું છે. રાજ્ય પોલીસ વડા મુજબ કોઈપણ ઘટના કે દુર્ઘટનામાં સૌથી પહેલા પોલીસ પહોંચે છે તેવામાં ટ્રેનીંગ ખૂબ ઉપયોગી નીવડશે, છોટાઉદેપુર ખાતે ક્રાઈમ કોન્ફરસનમાં આવેલા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે બેન્ડ મિન્ટન કોર્ટનું લોકાર્પણ કર્યું તેમજ છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મીઓ એ સન્માન પત્ર પણ વિકાસના સહાયના હસ્તે એનાયત કરાયા, સાથે સાથે ડી.જી., અને ચાર જિલ્લાના એસ.પી., ડી.વાય.એસ.પી. સહિતના અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230608-180731.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *