Gujarat

ઊના મચ્છુન્દ્રી નદીના પુલ નજીક ટ્રેક્ટર પાછળના ભાગે કાર ધડાકાભેર ભટકાતા એરબેગ ખુલી જતાં ૪ નો આબાદ બચાવ… રસ્તા પર બાઇક આડુ ઉતરતા તેને બચાવવા જતાં અકસ્માત સર્જાયો….

ઊનાના મન્છુન્દ્રી પુલ નજીક એક કાર ચાલકે રસ્તા પર ઉભેલ ટ્રેક્ટરની પાછળના ભાગે કાર ધડાકાભેર ભટકાય હતી. આ અકસ્માત
સર્જાતા કારની અંદર એરબેગ ખુલી જતાં ચાર જેટલા યુવાનોનો આબાદ બચાવ થયો હતો. અને કોઇ જાનહાની થઇ ન હતી. કારના
આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો.
રાજકોટના ચાર યુવાનો કાર નં.જી. જે. ૦૩ એમ બી ૮૨૧૪ માં દિવ ફરવા આવેલ હોવાનું જણાવા મળેલ અને આ યુવાન મિત્રો
કારમાં પરત રાજકોટ જતા હતા. ત્યારે ઉનાના મન્છુન્દ્રી નદીના પુલ નજીક રસ્તા પર એક બાઇક આડુ ઉતરતા તેને બચાવવા જતાં
રસ્તાની સાઇડમાં રહેલ ટ્રેક્ટરની પાછળના ભાગે કાર ધડાકાભેર ભટકાય હતી. અને આ અકસ્માત સર્જાતા કારની અંદર એરબેગ ખુલી
જતાં ચાર જેટલા યુવાનોનો આબાદ બચાવ થયો હતો. જેમાં કોઇને ઇજા પહોચી ન હતી. અને કોઇ જાનહાની થયેલ નથી.
અકસ્માતમાં કારના આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો. આ અકસ્માત થતાં રસ્તા પર વાહનોનો ટ્રાફીક જામ થઇ ગયેલ. આમ
રસ્તાની સાઇડમાં ટ્રેક્ટરની ટ્રોલીના વીલનું રીપેરીંગ થતુ હોય જેથી રસ્તાની સાડઇમાં ઉભેલ હોય ત્યારે પુરપાટ ઝડપે આવતા કાર
ચાલકે બાઇકચાલકને બચાવા જતાં ટ્રક્ટર પાછળ ધડાકાભેર અથડાઇ હતી. આ ઘટના અંગે પોલીસમાં કોઇ ફરીયાદ થયેલ નથી.

-પુલ-નજીક-ટ્રેક્ટર-પાછળના-ભાગે-કાર-ધડાકાભેર-ભટકાતા-એરબેગ-ખુલી-જતાં-૪-નો-આબાદ-બચાવ-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *