Gujarat

રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૮૪ કિ.રૂ.૨૫,૨૦૦/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિં.રૂ.૩,૩૦,૨૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી
દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૦૭/૦૬/૨૦૨૩ નાં રોજ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, એક ટાટા જેનોન કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી ખારી ગામના રોડ તરફથી આવે છે, જે બાતમી આધારે વોચમાં હોય તે દરમિયાન હકિકત વાળી ટાટા કાર આવતા જેને રોકવા પ્રયાસ કરતા ગાડી ઉભી રાખેલ નહિ, જેનો પોલીસ સ્ટાફે પીછો કરતા ટાટા કાર આગળ રસ્તામાં ઉભી રાખી બે ઇસમો નાસવા જતા એક ઇસમને પકડી પાડેલ અને એક ઇસમ નાસી ગયેલ, જે કારમાં જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવેલ, જે પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો તથા વાહન સહિતનો મુદ્દામાલ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને નાશી ગયેલ આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઃ-
 (૧) દડુ છગનભાઇ શિયાળ, ઉ.વ.૩૦, રહે.ખરેડ, તા.મહુવા, જિ.ભાવનગર હાલ રહે.ખેરાળી, તા.રાજુલા, જિ.અમરેલી,
પકડવાના બાકી આરોપીઃ-
(૨) જસુ ભાભલુભાઇ ભુંકણ, રહે.લુસડી, તા.મહુવા, જિ.ભાવનગર. (૩) જગુ ભીખુભાઇ બાબરીયા, રહે.ખાંભા, તા.ખાંભા, જિ.અમરેલી,
પકડાયેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૮૪ કિ.રૂ.૨૫,૨૦૦/- તથા એક ટાટા જેનોજ પીકઅપ કાર રજી. નંબર જી.જે.૧.ડી.વી.૪૯૭૪ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા એક એન્ડ્રોઇલ મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૩૦,૨૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. બહાદુરભાઈ વાળા તથા પો કોન્સ. યુવરાજસિંહ વાળા, લીલેશભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230608-WA0098.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *