Gujarat

જબુગામ થી મક્કા મદીના હજ યાત્રાએ જનાર હાજીને ફૂલહાર થી સન્માનિત કરવામાં આવ્યા 

 દેશમાં અમન શાંતિ અને ભાઈચારો  બની રહે એ માટે ખાસ દુઆ ગુજારવામાં આવી
બોડેલી તાલુકાના જબુગામ ના રહેવાસી ઈમ્તિયાઝ ખાન પઠાણ તથા તેમના ધર્મ પત્ની નેકનબાનું તથા તેમના દીકરી માહિમ બાનુ જબુગામ ખાતેથી ભારત સરકાર હજ કમિટી દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું જેને લઇ તેમના પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો અને જ્યારે તેઓનો સમય હજ પડવા જવા માટે થઈ ગયો છે જેથી કરીને  લોક મિલન  ન્યાઝ નો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો
આજના પ્રોગ્રામમાં તમામ ધર્મના લોકો દ્વારા હજ પડવા જનાર વ્યક્તિઓનો ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યા હતા જેમાં સૈયદ હસન અલી બાવા, સૈયદ મોહસીન અલીબાવા તથા સૈયદ ઇરફાન અલીબાવા એ પણ હાજરી આપી હતી
હજ પડવું એ દરેક મુસ્લિમ નો સ્વપ્ન હોય છે બોડેલી તાલુકાના જબુગામ ના  ઈમ્તિયાઝ પઠાણ પણ છેલ્લા ત્રણ વર્ષથી હજ માટે જવાના પ્રયાસો કરતા હતા  અને આ વર્ષ તેમને સફળતા મળતા ખૂબ જ આનંદનો અનુભવ થયો હતો  ત્યારે ગુરૂવારના રોજ બપોરે નિયાઝના પ્રોગ્રામમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હજ માટે જનાર વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230609-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *