Gujarat

કવાંટ તાલુકા ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠવા અને બે મહામંત્રીના રાજીનામા નામંજૂર

કવાંટ તાલુકાના ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠવા, મહામંત્રી જીકેશ રાઠવા અને મહેન્દ્રસિંહ રાજપૂતના એક અઠવાડિયા પહેલાં આપેલ રાજીનામા જીલ્લા ભાજપ પ્રમુખે નામંજૂર કર્યા છે.
છોટાઉદેપુર જીલ્લા ભાજપમાં એક અઠવાડિયા પહેલાં ભાંજગડ ઊભી થઈ હતી અને કવાંટ તાલુકા ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠવા, બંને મહામંત્રી જીકેશ રાઠવા અને મહેન્દ્રસિંહ રાજપૂતના રાજીનામા જીલ્લા ભાજપ પ્રમુખે મંગાવી લીધા હતા. આ બાબતનો ઉલ્લેખ રાજીનામા પત્રમાં પણ કરવામાં આવ્યો હતો.
પરંતુ આ રાજીનામા આપતા જ ભાજપમાં ભાંજગડ ઊભી થઈ હતી. જેને લઇને જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, બંને જીલ્લા ભાજપ મહામંત્રી શંકરભાઇ રાઠવા અને ધર્મેન્દ્રસિંહ રાજપુત તેમજ ધારાસભ્ય જયંતિ રાઠવા, સાંસદ ગીતાબેન રાઠવા સાથે ચર્ચા કરીને કવાંટ તાલુકા ભાજપના પ્રમુખ રમણસિંહ રાઠવા, બંને મહામંત્રી જીકેશ અને મહેન્દ્રસિંહ રાજપૂતના રાજીનામા નામંજૂર કર્યા હતા અને ત્રણે જણાંને હોદ્દા પર ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230608_150359.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *