જે લોકો પાસે હાલમાં મા- વાસ્તલ્ય કાર્ડ કે આયુષ્માન કાર્ડ છે પરંતુ, જે કાર્ડ કઢાવ્યાને ત્રણ વર્ષ પુરા થઈ ગયા હોય, અને તે કાર્ડ રીન્યુ કરાવામાં ન આવ્યું હોય તો તેઓના કાર્ડ બંધ થઇ ગયા હશે. તો આવા કોઇપણ વ્યક્તિ- કુટુંબમાં અચાનક કોઈ બીમારી આવે અને જો આયુષ્માન કાર્ડ બંધ હોય તેવી પરિસ્થિતીમાં કાર્ડ અંતર્ગત લાભ લેવામાં મુશ્કેલી પડી શકે.
આમ, કુટુંબમાં કોઈપણ વ્યક્તિ બીમારીની હાલતમાં કાર્ડ બંધ હોવાના લીધે હેરાન ન થાય અને આપને હોસ્પિટલમાં મોટો ખર્ચ ભોગવવો ન પડે તે હેતુથી તમામ વ્યક્તિઓને અનુરોધ કરવામાં આવે છે કે, તાત્કાલિક નવા આવકનો દાખલો કઢાવી પોતાના નજીકના સરકારી દવાખાના-અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને આયુષ્માન કાર્ડ રીન્યુ કરાવી લે તે હિતાવહ છે. તેમ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની એક યાદીમાં જણાવાયું છે.
