Gujarat

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોના હિતમાં બહાર પડાઈ સૂચના

બીપોરજોય વાવાઝોડા અંતર્ગત ભારે પવન તેમજ વરસાદની સંભાવના હોય જેને ધ્યાને લઇ ખેડૂતો માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.

        ભારત સરકારના મૌસમ વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે પવન તેમજ વરસાદ પડવાની સંભાવના છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે. ઘાસચારો વિગેરે ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી, વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે લઈ જવાતી ખેત જણસી ઢાંકીને લઈ જવી તેમજ એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા માટે વિપારીઓને પણ જણાવવામાં આવે છે. ઉપરાંત પશુઓને સલામત સ્થળે રાખવા, ખેતીના ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં રાખવો. તેમ જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *