Gujarat

કમોસમી વરસાદ પડવાની સંભાવના હોઈ ખેડૂત મિત્રોને સાવચેતીના પગલાં લેવા અનુરોધ 

હવામાન વિભાગના દ્વારા મળેલ સુચના મુજબ આગામી તારીખ ૧૧/૦૬/૨૩ સુધી રાજ્યના જીલ્લાઓ પૈકી ખેડા તથા આણંદ જીલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોઈ જિલ્લાના ખેડૂત મિત્રોને સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.
કમોસમી વરસાદથી બાગાયતી પાકને નુકસાનથી બચવા ખેતરમાં કાપણી કરેલ બાગાયતી પાક ખુલ્લા હોઈ તો તેને તાત્કલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા તાડપત્રી/પ્લાસ્ટીકથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા જરૂરી પગલાં લેવા, આંબાની ખેતી કરતાં ખેડુત મિત્રો એ ઉત્પાદન અવસ્થાએ કેરીને ઉતારીને સુરક્ષિત સ્થાને સંગ્રહ કરવો, કેળ, પપૈયા, લીબું તથા જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી, શાકભાજી પાકોમાં પિયત આપવાનું ટાળવું.
જંતુનાશક દવા અને રાસયણિક ખાતરનો ઉપયોગ આ સમયે ટાળવો. વધુમાં વરસાદ બાદ ફળ, ફલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધે તેવું જણાય તો યોગ્ય નિયંત્રક પગલા લેવા એપીએમસીમાં વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં આ દિવસોમાં ખેત પેદાશો ખુલ્લી જગ્યામાં ન રાખતા સુરક્ષિત સ્થળે રાખવા નાયબ બાગાયત નિયામક નડિયાદ દ્વારા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *