Gujarat

શાશ્વત પરમાત્માની સાથે સબંધ કાયમ કરવાથી જીવન ખુશાલ અને સાર્થક બને છે..

શાશ્વત પરમાત્માની સાથે સબંધ જોડવાથી જીવન ખુશાલ બની શકે છે” જ્યારે જીવનમાં કોઈ વસ્તુનો અભાવ હોય છે ત્યારે એ વસ્તુની પ્રાપ્તિની આશા હોય છે,જ્યારે એ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે કેટલાક ક્ષણો સુધી ખુશી પણ મળે છે પરંતુ આ ખુશી ક્ષણિક હોય છે એ હરહમેશ ટકતી નથી કારણ કે ભૌતિક વસ્તુઓ પરિવર્તનશીલ તથા નાશવંત હોય છે.આ સાસાંરીક ખુશાલતા ઉપરાંત એક એવી આનંદ અવસ્થા છે જે આનંદરૂપી પરમાત્મા સાથે જોડાઈને પ્રાપ્ત થાય છે,જે આનંદની સ્થાઇ અવસ્થા છે.

પરમાત્મા એક એવુ સત્ય છે જેને આપણે અવગણી ન શકીએ,પરમાત્મા જીવનમાં નિરંતર આપણી સાથે જ રહે છે, નથી એ વધતો કે નથી ધટતો, એને સળગાવી નથી સકાતો કે નથી એને કાપી સકાતો, પરમાત્માનો કોઈ આકાર નથી હોતો,જો આપણે આવા પરમ અસ્તિત્વ ધરાવતા પરમાત્મા પર આધારિત જીવન વ્યતીત કરીયે તો જીવનની કોઈ પણ અવસ્થા મનને દુઃખી ન કરી શકે,આપણે સુખ અને દુઃખની પરિસ્થિતિમાં એક રસ રહી શકીએ અને આપણા મનનું સંતુલન જાળવી શકીએ.

આપણી પાસે તન-મન-ધનના રૂપમાં જે પણ વસ્તુઓ છે તે પરમાત્માની જ દેન છે.પરમાત્મા જયારે ઈચ્છે ત્યારે તેને પાછી પણ લઇ શકે છે.જો આ વસ્તુઓ આપણી હોત તો આની પર આપણું નિયંત્રણ પણ હોત,પછી શરીરમાં કોઈ તકલીફ આવવા પર આપણે ડોક્ટરની પાસે ના જઈને તકલીફને પોતે જ સારી કરી લેતા.આપણું નિયંત્રણ હોત તો આપણે વાળને સફેદ પણ ન થવા દેતા અથવા વૃદ્ધાવસ્થામાં શરીર પર કરચલી પણ ન પડવા દેતા.થોડા સમય માટે જ આ વસ્તુઓ આપણી પાસે રહે છે તેથી આપણે તેનો સદુપયોગ કરીએ.

ધાર્મિક ગ્રંથોમાં પણ એ જ સમજાવવામાં આવ્યું છે કે મનુષ્ય જન્મ માત્ર ભૌતિક કાર્યો માટે જ નથી મળ્યો પરંતુ પોતાની પારિવારિક જવાબદારીઓને નિભાવતા નિભાવતાં આ જન્મમાં આપણે આપણી આત્માનો સંબંધ આ પ્રભુ પરમાત્મા સાથે જોડી જીવતાં જીવ મુક્તિનો લાભ પ્રાપ્ત કરીએ.

બ્રહ્મજ્ઞાની તો દરેક સમયના જ સેવાદાર હોય છે.જ્યારથી તે નિરાકાર પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે, ત્યારથી તેના મનમાં સમગ્ર માનવતાના પ્રત્યે સેવાની ભાવના જાગે છે.સેવા વર્દી પહેરીને અથવા વર્દી વગર પણ સેવા કરી શકાય છે પરંતુ વર્દી પહેરીને સેવા કરીએ ત્યારે તેની જવાબદારી વધી જાય છે.સેવા જરૂરિયાત અનુસાર આપેલા આદેશ પ્રમાણે પૂરી તન્મયતા અને ચેતનતાની સાથે તે ભક્તિભાવથી કરવામાં આવે છે.

 

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)

Svn.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *