તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સુન કામગીરી નો છેદ
ઉડી રહ્યો છે….
મોટી હોનારતની લોકોમાં ભીતિ સેવાઈ રહી છે…
છોટાઉદેપુર મુખ્ય મથકને અડીને આવેલ સુરખેડા ગામ પાસે બનાવવામાં આવેલ નાળા ની સિક્યુરિટી દીવાલ ભય જનક હાલતમાં જોવા મળી આવેલ છે. ત્યારે વહીવટી તંત્ર કોઈ હોનારતની રાહ જુએ છે કે શું…?
તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
તેની મરામતની તાતી જરૂરિયાત ઊભી થવા પામી છે.
છોટાઉદેપુર ખાતે નવી અધતન ઊભી કરાયેલી આર.ટી.ઓ ચેકપોસ્ટ સામે આવેલ નાળા ની દિવાલ ઝોલા ખાતી હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે હાલ ચોમાસુ દસ્તક દઈ ચૂક્યો છે અને ચોમાસા ના દિવસોમાં વાવાઝોડા વરસાદ અને પવન ના કારણે અનેક હોનારતો બનતી હોય છે. તેવામાં આ મારામત માંગતી દિવાલ ધરાશય થવાના કારણે મોટી હોનારતની તીવ્ર સંભાવનાઓ સેવાઇ રહી છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સત્વરે આવા જોખમી હાલતમાં મુુકાયેલ રોડ, નાળા ઓ નું મૂલ્યાંકન કરવામાં આવે અને મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલા દરેક વિભાગ દ્વારા પ્રીમોન્સુન કામગીરી કરવાની હોય છે. અને મરામત માંગતી ઇમારતો રોડ રસ્તા ઓની મરામત કરાવવાની હોય છે. ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


