Gujarat

સરકાર દ્વારા વિવિધ સુવિધાઓનો ઉમેરો થતાં આજે ગામડાઓ પણ શહેરની જેમ વિકસિત અને સુવિધાસભર બન્યા છે-મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના
મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે મોરકંડા તથા ખીમલીયા ગામે ગ્રામસભાનું આયોજન કરી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા વિવિધ
વિકાસકામોની સ્થળ મુલાકાત લઇ સમીક્ષા કરી હતી.તેમજ મોરકંડા ગામે નિર્માણ પામનાર સંપનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા દૂર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.પીવાના પાણી તથા
સિંચાઈના પાણીની માંગને પહોંચી વળવા રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે અનેક પ્રોજેક્ટ તથા યોજનાઓ અમલમાં મૂકી
છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આજે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેમજ તમામ ક્ષેત્રોમાં દેશનો
સર્વાંગી થાય તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આજે છેવાડાના ગામો સુધી પણ નર્મદાના નીર પહોંચતા થયા છે તે નાગરિકોની સુખાકારી માટેની રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવે છે.વિવિધ સુવિધાઓનો ઉમેરો થતાં આજે
ગામડાઓ પણ શહેરની જેમ વિકસિત અને સુવિધાસભર બન્યા છે.
મોરકંડા ખાતે સંપનું લોકાર્પણ કરતાં મંત્રીશ્રી
રૂ.18.42 કરોડના ખર્ચે ખીજડિયા જૂથ યોજના અપગ્રેડેશન અંતર્ગત 17,800 મીટર ડી.આઈ.પાઈપલાઈન, 38,250 મીટર
પી.વી.સી.પાઈપલાઈન, 27 ભૂગર્ભ સંપ, 1 ઉંચી ટાંકી, 1 પમ્પ હાઉસ, પંપિંગ મશીનરી તથા હેડવર્કના કામો હાથ ધરવામાં
આવનાર છે.જેમાંના મોરકંડા ગામ ખાતે નિર્મિત થનાર સંપનું મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે આગેવાન સર્વશ્રી ડો. વિનુભાઈ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, મુકુંદભાઈ સભાયા, રામજીભાઈ પરમાર, કાનજીભાઈ
પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, ભવાનભાઈ ચૌહાણ, વિપુલસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, ભરતભાઈ સોનગરા તથા બહોળી
સંખ્યામાં વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *