છોટાઉદેપુર જિલ્લા કવાંટ તાલુકાના મોટી સાંકળ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમ પત્યા બાદ જિલ્લા કલેકટરે મોટી સાંકળ ગામે ગામ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા, જેમાં ગામ લોકોએ પાણી,વીજળી, રસ્તા,કેનાલો, BPL કાર્ડ સર્વે કરવામાં આવે એ બાબતે ગામ લોકોએ જિલ્લા કલકેટરને રજુઆત કરી હતી, જિલ્લા કલકેટરે લોકોની રજુઆત સાંભળી નિકાલ કરવામાં આવશે એમ જિલ્લા કલકેટરે જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


