Gujarat

જેતપુરની ખાનગી શાળામાં કોમી વાતાવરણ ડહોળવા પ્રયાસ કરનાર શિક્ષકને કરાયો સસ્પેન્ડ

જેતપુરની ખાનગી શાળામાં કોમી વાતાવરણ ડહોળવા પ્રયાસ કરનાર શિક્ષકને કરાયો સસ્પેન્ડ

સ્કૂલ સંચાલક લઘુમતી સમાજના હોવા છતાં તેમની જ જ્ઞાતિના શિક્ષકને ઘરે બેસાડી બેસાડયો દાખલો

જેતપુરના જુનાગઢ રોડ પર રેલવે ફાટકથી આગળ આવેલી યલો નામની ખાનગી સ્કૂલમાં જ્ઞાતિ-જાતિનો ભેદભાવ રાખીને એક શિક્ષક દ્વારા અભ્યાસ કરાવાતો હોવાની વાલીની ફરિયાદ અને તે અંગે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા ઓડિયો મેસેજ બાદ સ્કૂલ સંચાલકે શાળાનું કોમી વાતાવરણ ડહોળનાર શિક્ષકને ઘરે બેસાડી દઈને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના જુનાગઢ રોડ પર આવેલી યલો સ્કૂલમાં ધો. ૭ માં ભણતા કુંજ નામના બાળક સાથે શાળાના સોઢા અટક ધરાવતા શિક્ષકે કોમી એખલાસનું વાતાવરણ ડહોળવા પ્રયાસ કરતાં વાલી કમલેશભાઈ વૈષ્ણવે શાળાના શિક્ષકો અને સંચાલક સાથે ફરિયાદરૂપ વાત કરી હતી. એટલુંજ નહીં વાલીએ શાળાના શિક્ષકો અને સંચાલક સાથે કરેલી વાતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં જેતપુર શહેરભરમાં ચકચાર જાગી હતી.
દરમિયાન આખો મામલો શાળા સંચાલક જાબીરભાઈ પાસે પહોંચતા, તેમણે તપાસ કરાવતા વાલીની ફરિયાદ વજૂદવાળી લાગતાં, આકરું પગલું ભરી શાળાના શિક્ષક સોઢાને સસ્પેન્ડ કરી ઘરે બેસાડી દીધો છે. શાળા સંચાલકે ત્યાં સુધી કહ્યું કે પોતાની શાળામાં ક્યારેય કોઈ પણ બાળકો સાથે કોઈ જાતિ-જ્ઞાતિનો ભેદભાવ રખાતો નથી, અને રખાશે નહીં. આમછતાં કોઈ શિક્ષક આવો હિન પ્રયાસ કરશે તો આવા શિક્ષકોને શાળાના પગથિયાં ઉતારી દેતા આચકાઈશું નહીં.
વાલીની યલો સ્કૂલ સામે શું ફરિયાદ હતી ?
વાલી કમલેશભાઈ વૈષ્ણવે જણાવ્યું હતું કે તેમનો પુત્ર ઘરે અબુ-અમી બોલતો હતો ત્યારે બાળક સમજી તેઓ સાંભળી લેતા હતા. પણ ધો. ૭ માં સોશિયલ સાયન્સ વિષયમાં સીધું ત્રીજું પ્રકરણ મુઘલનું શરૂ કરતાં બાળકે આ વાતનો પ્રતિકાર કયો હતો. પણ સોઢા નામના શિક્ષકે હિન્દુ ધર્મ વિષે એલફેલ બોલીને બાળકને ડરાવવાનો પ્રયાસ કર્યો તે સહન ન થતાં આ મામલો પ્રજા વચ્ચે મૂકવો પડ્યો હતો.

સુરેશ ભાલીયા જેતપુર

IMG-20230612-WA0202-2.jpg IMG-20230612-WA0201-1.jpg IMG-20230612-WA0200-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *