Gujarat

રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કલારાણી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

આજ રોજ જેતપુર તાલુકા ના કલારાણી ગ્રુપ પ્રાથમિક શાળા માં 2023કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમ માં 138 જેતપુર – પાવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા  તથા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,, લઘુમતી મોરચાના ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય હાજી મુબારક અલી, ગામના સરપંચ, ઉપસરપંચ,આરોગ્ય ખાતાના કર્મચારી, આંગણવાડી કાર્યકરો,વાલીઓ તથા કલારાણી પ્રાથમિક શાળા પરિવાર હાજર રહ્યો હતો.સૌ પ્રથમ મુખ્ય મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમ ની સફળતા માટે આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત સૌ પ્રથમ ધોરણ એક ના બાળકો, બાળ વાટિકાના બાળકો, બાલમંદિરના બાળકોને વિધિવત રીતે આવેલા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા બાળકો ને દફતર, શૈક્ષણીક કીટ, ચોકલેટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધો.1 થી 8 માં ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં 1થી 3 નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ધારાસભ્ય ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.ધારાસભ્ય દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો સાથે પ્રવેશોત્સવ અંતર્ગત જરૂરી માર્ગદર્શન અને સંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો. દરેક બાળકો શિક્ષણ મેળવે તે કાળજી રાખવા માટે ધારાસભ્ય જયંતિ રાઠવા દ્વારા અપીલ કરી હતી અંતમાં રાષ્ટ્રગીત ગાન કરીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
4 Attachments • Scanned by Gma

FB_IMG_1686571927540.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *