૩ થી ૬ વર્ષની ઉંમરના બાળકોની ફાઈન મોટર સ્કીલ અને ગ્રોસ મોટર સ્કીલ ખુબ વિકસે છે જેને લીધે તેમના મગજનો ૯૦% વિકાસ આ સમયગાળા દરમિયાન થાય છે. નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત આંગણવાડીઓ અને ઘોડિયા ઘરને પણ કેન્દ્ર અને રાજ્ય સરકારે મુખ્ય શિક્ષણ ધારા હેઠળ વણી લીધેલ છે. આ ઉમરમાં જ બાળકોની આંખો રંગ ઓળખતા શીખે છે અને તેમના માનસપટલ પર તેમની ઊંડી છાપ અંકિત થાય છે. ગુજરાત સરકારે બનાવેલા નંદઘર કેટલા સોહામણા અને રળિયામણા લાગે છે ! બાળકોને રોજ શરીરની જરૂરિયાત મુજબ પોષ્ટિક આહાર આપવામાં આવે છે. વળી, આયાબહેનો અને તેડાગર બહેનોને ટ્રેનિંગ આપવામાં આવે છે જેનો વાર્તાલાપ દરેક બાળકોની માતા સાથે થાય છે અને બાળ વિકાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય છે. આવા બાળકો આવતી કાળના ભારતનું નિર્માણ કરવાના છે. સરકારના આ પ્રયાસને સહકાર આપી બાળકોનું ભાવી ઉજ્જવળ બનાવીએ.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


