લીલીયા તાલુકા ની
શ્રી વાઘણિયા પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો લિલિયા તાલુકાની વાઘણીયા પ્રાથમિક શાળા ખાતે લિલિયા મામલતદાર શ્રી યુ.ડી. વાઢીયા સાહેબ ના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં નવા પ્રવેશ પાત્ર બાળકોને મામલતદાર સાહેબ ના વરદ હસ્તે વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં વાઘણીયા ગામના સરપંચ બાલાભાઈ પડસારીયા, ઉપ સરપંચ ભરતભાઈ શેલડીયા, ચેતનભાઈ દેલવાડીયા ,વિજયભાઈ અગ્રાવત, કાળુભાઇ સોલંકી , વિજયભાઈ અગ્રાવત તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. શાળા માં નવા પ્રવેશ પામતા ભૂલકાંઓને શાળાના શિક્ષિકા બેન શ્રી મંજુલાબેન નારીયા તરફથી શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ વિજયભાઈ અગ્રાવત તરફથી તમામ વિધાર્થીઓ ને તિથી ભોજન કરાવવામાં આવ્યું હતું.કાર્યક્રમ ને અનુરૂપ જોગરાણા કિશન , પંચાસરા વિરાટ તેમજ શેલાર નિયતી દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. શાળામા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનુ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આજના દિવસે સરકાર શ્રીની યોજના મુજબ ચાલતા ટ્રાન્સપોર્ટેશન સુવિધા ના વાહનને મામલતદાર સાહેબના વરદ હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અંતમાં શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના મનસુખ ભાઈ મેવાડા વિપુલભાઈ કોટડીયા, મનિષાબેન ચત્રોલા મંજુલાબેન નારીયા, પૂર્વીબેન ધામત, ભરતભાઈ પરમારે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.સભગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન શાળાની વિધાર્થીની નિયતી એ. શેલાર દ્વારા કરવામાં આવ્યું હતુ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


