Gujarat

આતરસુંબા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે  રકતદાન કેમ્પ યોજાયો.

કપડવંજ તાલુકાના આતરસુંબા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સી.આર.પરીખ બ્લડ સેન્ટર કપડવંજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કપડવંજના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આતરસુંબા ગામના યુવાનો દ્વારા સ્વૈચ્છિક રકતદાન થકી  ૪૦ બોટલ એકત્રિત કરવામાં આવી.અમૂલ સંઘ ના ડો.યોગેશ ભાઈ પટેલ,ડેરીના ચેરમેન માણેકભાઈ પટેલ , વાઇસ ચેરમેન મુકેશભાઈ પટેલ,સેક્રેટરી ઘનશ્યામભાઈ પી.પટેલ,તેમજ સી. ડી.વિભાગના હેતલબેન જોશીએ મહત્વનો ફાળો આપી રકતદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.તમામ રક્તદાતાઓને અમૂલ સંઘ તરફથી શુભેચ્છા ગિફ્ટ પણ આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લડ સેન્ટર ના મેડિકલ ઓફિસર ડો.મનુભાઈ ગઢવી, ટેકનિકલ ઓફિસર રાહુલ પરમાર, સીનીયર લેબ. ટેકનિશિયન મેઘા શાહ,સ્ટાફ નર્સ ચૈતાલીબેન કાપટેલ,બ્લડ ડોનેશન કોઓર્ડીનેટર ચિરાગભાઈ પરમાર, વસંતભાઈ ભટ્ટ તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઊઠાવી હતી.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230612-WA0006-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *