Gujarat

અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ધારી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૨૦૫૯૭/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુનાનો આરોપી છેલ્લા નવેક માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, તેમજ મજકુર આરોપીનું નામ. કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબના વોરંટ ઇસ્યુ થયેલ હોય, મજકુર લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઇ કાલ તા.૧૨/૦૬/૨૦૨૩ નાં રોજ ધારી તાલુકાના માલસીકા ગામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

પ્રકાશ જયસુખભાઈ ચૌહાણ, ઉં.વ.૨૧, રહે.કાલસારી, તા.વિસાવદર, જિ.જુનાગઢ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, ચુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ આદિત્યભાઇ બાબરીયા તથા પો.કોન્સ. શિવરાજભાઈ વાળા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20230613-WA0080-1.jpg IMG-20230613-WA0081-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *