બીપરજોય વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લાના દરિયા કાંઠા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવનના સુસવાટા સાથે અતિભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. તેમજ આપત્તિ સમયે વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ 108 એમ્બ્યુલન્સ જરુરી દવાના જથ્થા તથા જરુરી સાધન સામગ્રી સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેથી આપત્તિ ના સમયે તુરંત કૉલ પર પહોંચી લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેમાં જરુરી દવા, ઈન્જેકશન, ઓક્સિજન અને ડીઝલ નો પૂરતો જથ્થો સ્ટોક કરી રાખવામાં આવ્યો છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


