તસવીર : મકસુદ કારીગર, કઠલાલ
કપડવંજ તાલુકાના કાભઈના મુવાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કપડવંજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ મોનિકાબેન પટેલ તથા સ્પે.એજ્યુકેશન ભૂંગળીયા લાયઝન અધિકારી ઉષાબેન પટેલ, પૂર્વ સરપંચશ્રી દિનેશભાઈ ઠાકોર તથા પૂર્વ સરપંચ વિઠ્ઠલભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે આંગણવાડીમાં ત્રણ વર્ષના બાળકો તેમજ સરકારની નવી શિક્ષણ નીતિ હેઠળ પ્રાથમિક શાળામાં પાંચ વર્ષના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાયો હતો.
કાભઈના મુવાડા ગામના વાલી મંડળ તરફથી તમામ બાળકોને નોટબુક તથા કંપાસ બોક્સ જ્યારે નવો પ્રવેશ મેળવેલ બાળકોને દફતર કીટ આપવામાં આવી હતી.
જ્યારે પરમાનંદભાઈ બળદેવભાઈ પટેલ તરફથી ધો.૧ થી ૫માં પ્રથમ ત્રણ નંબરે આવેલ બાળકોને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતા. કાભઈના મુવાડા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ દિનેશભાઈ ઠાકોર ધ્વારા પ્રાથમિક શાળામાં સીલિંગ ફેન ભેટ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા પ્રાથમિક શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભૂતપૂર્વ સરપંચ દિનેશભાઈ ઠાકોર, વિઠ્ઠલભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, પરમાનંદભાઈ પટેલ, કાલુભાઈ શેખ, એસ.એમ.સી.ના સદસ્યો, શાળા પરિવારના સદસ્યો, આંગણવાડીના બહેનો, શાળાના આચાર્ય બહેન કલ્પનાબેન કર્તવ્ય નિષ્ઠ, સેવાભાવી શિક્ષક મનીષભાઈ પટેલ તથા ગામ આગેવાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્તવ્ય નિષ્ઠ શિક્ષક મનીષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.


