તસવીર : મકસુદ કારીગર,કઠલાલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના નવ વર્ષની ઉજવણી..
————————————-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર દેશમાં મહા જનસંપર્ક અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે આજે ખેડા જિલ્લાના કપડવંજમાં કિસાન કોલ્ડ સ્ટોરેજ, જુના માર્કેટ યાર્ડ ખાતે કપડવંજ શહેર અને તાલુકાના લાભાર્થીઓનું વિશાળ “લાભાર્થી સંમેલન” યોજાયું હતું.
ખેડા જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ કપડવંજ ખાતે યોજાયેલ સંમેલનમાં કપડવંજ વિધાનસભાનાં ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, ખેડા જિલ્લા મહામંત્રી અને ઝોન પ્રભારી અપૂર્વભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઇ પટેલ (પીજ), જિલ્લા મંત્રી ધવલભાઈ પટેલ, ધુળભાઈ સોલંકી, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને અમૂલ ડિરેક્ટર જયેશભાઈ પટેલ, લાભાર્થી સંમેલન જિલ્લા ઇન્ચાર્જ તેમજ CWC ના ચેરમેન દશરથભાઈ પટેલ APMC કપડવંજ નિલેશભાઇ પટેલ કપડવંજ શહેર પ્રભારી વિરાગ શાહ, શહેર સંગઠન પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ ગણપતસિંહ રાઠોડ, નગરપાલીકા પ્રમુખ મોનિકાબહેન, સંગઠનના મહામંત્રીઓ ઉપ પ્રમુખ, હોદ્દેદાર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નગરપાલિકાના સભ્ય અને ખાસ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


