Gujarat

કપડવંજના ધોળાકુવા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો…

તસવીર : મકસુદ કારીગર,કઠલાલ
————————————-
કપડવંજ તાલુકાના ધોળાકુવા પ્રાથમિક શાળા ખાતે કપડવંજ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ સોલંકી અને સરપંચ રણજીતસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યજાયો હતો.
આ પ્રસંગે આંગણવાડી અને બાલ વાટિકામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળામાં મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત ધોળાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરફથી બાળકોને પ્રોત્સાહન ઈનામો અને દફતર કીટ વિતરણ કરવામાં આવી હતી જ્યારે રણજીતસિંહ રાધુસિંહ ઝાલા તરફથી શાળામાં ડીશો આપવામાં આવી હતી.
આ પ્રસંગે દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી અને સદસ્યો, ગ્રામ પંચાયત સદસ્યો, એસ.એમ.સી.ના સદસ્યો, શાળા પરિવારના સદસ્યો, આંગણવાડીની બહેનો, ગામ આગેવાનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચલન શાળાના આચાર્ય ભરતભાઈ મકવાણા તથા શાળા પરિવાર શિક્ષક ગણ દ્વારા કરવામાં આવ્યું હતુ.

IMG-20230613-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *