Gujarat

જૂનાગઢ જિલ્લામાં કોમ્યુનિકેશન વ્યવસ્થા માટે સેટેલાઈટ ફોન પણ ઉપલબ્ધ છે

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં સંભવિત રીતે વાવાઝોડું ત્રાટકનાર છે. આ વાવાઝોડાની સ્થિતિમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સાથે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. આ સ્થિતિમાં કોમ્યુનિકેશન વ્યવસ્થા ઠપ્પ થવાની સંભાવના રહે છે. જેથી જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક સેટેલાઈટ ફોન ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.

     સેટેલાઈટ ફોનનું સામાન્ય નેટવર્ક સાથે જોડાણ નથી હોતું. પરંતુ આ ફોન આકાશમાં સ્થિત સેટેલાઈટ તરંગો દ્વારા સેટેલાઈટ ફોન કામ કરે છે. એટલે કે સેટેલાઈટ ફોન ખુલ્લા આકાશ નીચે કામ કરી શકે છે. આમ, સેટેલાઈટ ફોનથી કોમ્યુનિકેશન કરી શકાશે.

   આ ઉપરાંત આવશ્યકતા મુજબ વરસાદ વાવાઝોડામાં કોમ્યુનિકેશન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશનથી વાયરલેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. જેથી સંકટની સ્થિતિમાં ત્વરિત રાહત-બચાવની કામગીરી હાથ ધરી શકાય.

satelite-phone-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *