Gujarat

જામનગર જિલ્લાના વિવિધ સ્થળોની મુલાકાત લઈ 'બિપરજોય' વાવાઝોડા સંદર્ભે સમીક્ષા કરતાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ

કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે જામનગર જિલ્લામાં 'બિપરજોય' વાવાઝોડાની સમગ્ર
પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સંચાર મંત્રીશ્રીએ જામનગર શહેરના વોર્ડ નં. 2 માં પુનિતનગરના છેવાડે આવેલા વાવાઝોડાથી
અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી. તેમજ તેઓને જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. તેમજ અસરગ્રસ્તોનું સુરક્ષિત જગ્યા
પર સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
તે ઉપરાંત, સિક્કાના નગર સેવા સદનમાં અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે બિપરજોય વાવાઝોડાની તૈયારીઓની
સમીક્ષા અંગેની બેઠક યોજી હતી. તેમજ ઉપસ્થિત સર્વેને જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. ત્યારબાદ સિક્કાના વોર્ડ નં. 7 માં
કાચા મકાનોમાં રહેતા લોકોની મુલાકાત લીધી હતી. તેમને અન્ય સલામત સ્થળોએ સ્થળાંતરિત કરવાની કામગીરીનું નિરીક્ષણ
કર્યું હતું.
ત્યારબાદ મંત્રીશ્રીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગુજરાતના 8 અસરગ્રસ્ત જિલ્લાઓની વિડીયો
કોન્ફરન્સ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે અટલ ભવન અને લેઉવા પટેલ સમાજ ખાતે
તૈયાર કરાઈ રહેલા ફૂડ પેકેટ્સ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ કક્ષાના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ
અકબરી, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, શ્રી વિમલભાઈ કગથરા,
સિક્કા નગર પાલિકાના ચીફ ઓફિસરશ્રી તેમજ અન્ય અધિકારીગણ અને આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

-ચૌહાણ-7.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *