લીલીયા મોટા તેમજ લીલીયા તાલુકા ના ગામો માં વર્ષ2023/2024 અંતર્ગત આંગણવાડી પ્રવેશોત્સવ માં ત્રણ વર્ષ પૂર્ણ થયેલા હોય તેવા નાના નાના ભૂલકાઓની
આંગણવાડી પ્રવેશ ઉત્સવ ઉજવાયો જેમાં આંગણવાડી ના આંગણવાડી કેન્દ્ર પર નાના નાના ભૂલકાં ઓને પગલાં પડાવીને પ્રવેશ આપવામાં આવેલ તેમજ નાના બાળકો ને ભેટ રૂપે રમકડાંની કીટ પા પા પોટલી તેમજ મીઠાઈ આપી બાળકો ને પ્રોત્સાહિત કરવા માં આવેલ સાથે સાથે ICDS સેવા વિષે વાલીઓને માહિતગાર કરવા માં આવેલ આ કાર્યક્રમમાં લીલીયા મામલતદાર યુ. ડી. વાઢિયા, તાલુકા વિકાસ અધિકારી હેતલબેન કટારા, પ્રિન્સિપાલ શ્રી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયા, કેતનભાઇ કાનપરિયા,સી. આર. સી. કો. ઓ, પ્રવીણભાઈ એમ રાખસિયા, પ્રિન્સિપાલ આઈ. ટી. આઈ. ટી એમ ભટ્ટ,આઈ.સી. ડી. એસ, વિભાગ CDPO શ્રદ્ધાબેન શુક્લા, મુખ્ય સેવિકા પ્રભાબેન રાઠોડ, મુખ્ય સેવિકા ડિમ્પલબેન ઓઝા પી.એસ.ઈ.ઇન્સ્ટ્રકટર સવિતાબેન જાદવ,બ્લોક કોડીનેટર તુલસીભાઈ પરમાર, આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


