લાઇટ ની સમસ્યાઓ ને લઈ માંગરોળના અલગ અલગ વિસ્તાર નો લોકોએ કર્યો હોબાળો.
પીજીવીસીએલ ની પ્રિમોન્સુન ની કામગીરી ને લઈ પણ લોકોમાં અનેક સવાલો…
ખાસ તો કેશોદ રૉડ પર આવેલ શિલ્પી સોસાયટી માં 24 કલાક થી લાઈટ ન હોવાથી 150 થી વધારે સ્થાનિક મહિલાઓ અને પુરુષો પીજીવીસીએલ કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆતો કરાઈ. શિલ્પી સોસાયટી ના લોકો નુ કહેવુ છે પીજીવીસીએલ લાઈટ કનેક્શન સિટીના પાવરના પૈસા લે છે ત્યારે લાઈટ કનેક્શન જ્યોતિ ગ્રામ્ય યોજના માંથી આપવામાં આવેલ છે જેના કારણે બાર બાર કલાક સુધી લાઈટ બંધ રહે છે વારંવાર લાઈટની સમસ્યા રહે છે અગાઉ અનેક રજૂઆતો છતાં પીજીવીસીએલ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી
આ સાથે માંગરોળ તિરુપતિ સોસાયટી, વાલ્મીકી વાસ, નાગદા ફીડર, બંદર વિસ્તાર અને વરામબાગ વિસ્તાર ના લોકો પણ લાઈટ ના ફોલ્ટ ને લઈ પીજીવીસીએલ કચેરીએ દોડી આવી વારંવાર લાઈટ ની પરેશાની અને એક જીવતો વાયર ચાર દિવસ થી લટકે છે તે બાબત ની ફરિયાદ કરવા છતા આ નિંભર તંત્ર હજુ સુઘી કોઈ રીપેર કરવા શામાટે નથી આવ્યા તેવી રજૂઆત કરવા આવેલ અને જણાવ્યુ હતુ કે આ વાયર ના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ?? વિગેરે અનેક લોકોએ પોતાનો ઉભરો હાજર અધિકારી પાસે ઉગ્ર રજુઆત કરી ઠાલવ્યો હતો,,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ


