Gujarat

NEET  – 2023 ની લેવાયેલી પરીક્ષામાં ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ના બે વિદ્યાર્થીઓએ બાજી મારી

કેશોદ વેરાવળ બાયપાસ પાસે આવેલી ન્યુ એરા પ્રોફેસર એકેડેમી જેમાં 1 થી 12 ધોરણ સુધી નો અભ્યાસ ચાલે છે જેમાં સી બી એસ સી ઇંગ્લીશ મીડીયમ ની એકમાત્ર માન્ય સ્કૂલ આવેલી છે આ સ્કૂલમાં ધોરણ 11 અને ધોરણ 12 ના સાયન્સના વર્ગો પણ ચાલે છે આ વર્ષે કેશોદમાં સારામાં સારા રીઝલ્ટ આ શાળા દ્વારા આપવામાં આવેલા છે ગઈકાલે નેટ પરીક્ષાનું પરિણામ આવતા તેમાં પણ આ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રથમ વણપરિયા શ્યામ 553 માર્ગ સાથે કેશોદ કેન્દ્રમાં પ્રથમ આવેલ છે જ્યારે આજ સ્કૂલનો વિદ્યાર્થી હિરપરા જેવીલ 508 માર્કસ સાથે કેશોદ કેન્દ્રમાં બીજા સ્થાને આવેલ છે આ બંને વિદ્યાર્થીઓ મેડિકલમાં જવાની ઈચ્છા ધરાવે છે આ બંને વિદ્યાર્થીઓએ ન્યુ એરા પ્રોફેસર એકેડેમી સ્કૂલ તથા કેશોદ નું ગૌરવ વધારેલ છે
    ન્યુ હેરા પ્રોફેસર એકેડેમી સ્કૂલના સંચાલક ડો પ્રો પ્રવીણભાઈ ગજેરા ના જણાવે મુજબ અમારી શાળામાં સંસ્કાર , શિષ્ત અને શિક્ષણને આગવું મહત્વ આપવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

IMG-20230614-WA0288.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *